Dukhiyara - Gujarati Translation Of Les Miserable


Dukhiyara - Gujarati Translation Of Les Miserable

On Sale

Rs 1200.00


Product Code: 11781
Author: Victor Hugo
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2017
Number of Pages: 480
Binding: Hard
ISBN: 9789351624257

Quantity

we ship worldwide including United States

Dukhiyara - Victor Hugo. Translation of the popular Novel "Les Miserables" in Gujarati translated by Mulshankar Bhatt.

વિક્ટર હુગોની - મહાકાવ્ય-શી અમર ફ્રેન્ચ નવલકથા 'લે મીઝારબ્લ' નું મૂળશંકર ભટ્ટ દ્વારા ગુજરાતીમાં અનુવાદ.

('Les Miserables'-By Victor Hugo-Gujarati Translation)

અનુવાદક: મૂળશંકર ભટ્ટ

વિખ્યાત ફ્રેંચ કવિ વિક્ટર હ્યુંગો કૃત 'લે મિઝરાબ્લ' 19મી સદીના યુરોપનું સર્વશ્રેષ્ઠ સર્જન છે .હ્યુંગોની આ અમરકૃતિમાં કદી ઘરડા ન થવાના ગુણ છે .ધરતીતલ પર જ્યાં સુધી દુખિયારા રહેશે ત્યાં સુધી આ ગાથા માનવના હૃદયમનને સ્પર્શશે ને તેના ઉડામાં ઊંડા આતમતારને ઝણઝણાવશે .

દુખિયારાં એ જીવનમાં તરેહ તરેહનો સંઘર્ષ પણ સહર્ષ કરતાં હોય એવા કોઈપણ સંવેદનશીલ ઈમાનદાર માણસને પાત્રોમાં પોતાનું પ્રતિબિંબ જોઈને નિજી અર્થઘટન કરવા મજબૂર કરે એવી સશક્ત કૃતિ છે.

વિક્ટર હ્યુગોની 2453 પાનાંની ગંજાવર કૃતિને શ્રી મૂળશંકર ભટ્ટ સાહેબે પાંચમાં ભાગ જેટલું કદ સંકોચન કરીને 460 પાનાનાં રસાળ ભાવાનુવાદ તરીકે ગુજરાતી વાચકો સમક્ષ મૂકી આપીને એક કાબિલ-એ-તારીફ કાર્ય કર્યું છે.

દુઃખિયારાં એવું પુસ્તક તો છે જ જેમાં ‘વ્હોટ નેકસ્ટ’નો ધસમસતો ઘટનાપ્રવાહ અને એકેએક પાત્રાલેખનથી ઉભી થતી મ્યુઝિકલ સિમ્ફની ધીરે ધીરે ચલતીનો વેગ પકડીને બાંધી રાખે પણ એવું પુસ્તકે ય છે જેમાં બધા પેરેલલ ચાલતા ટ્રેકસ ભેગા થઈને એક મહાન રાજમાર્ગ તૈયાર કરી આપે મૂલ્યોની કેળવણી – વેલ્યુ એજયુકેશનનો! એ બતાવે છે કે લોખંડની સાંકળો તોડવી સહેલી છે, પણ મનમાં જામી ગયેલા પૂર્વગ્રહો – બાયસની જંઝીરો તોડવી અઘરી છે!

ફ્રેન્ચ ગર્ભની આ ગુજરાતી કોખમાં પ્રસૂતિ એવી રીતે થઈ છે કે વાંચતા વાંચતા આપણું હૃદય ચકનાચૂર થઈને ભાંગી જાય, પણ ફરી એ વધુ મજબૂત બનીને જોડાઈ જાય! આ પુસ્તક પુરું કર્યા બાદ વધુ સારા વાચક જ નહિ, વધુ સારા માણસ બની શકાય તેમ છે. કાચાપોચા દિલવાળા માટે તો આમે ય આ નથી, એમાં એટલા પાત્રોને સ્પષ્ટ બેકગ્રાઉન્ડ આપી સજીવન કરાયા છે, અને એટલા જ વળાંકો અને ઢોળાવવાળા દ્રશ્યો રચાયા છે કે જાણે ભવ્ય ગાઢ જંગલોવાળી ગિરિકંદરાઓ!

અંગ્રેજી લા મિઝરાબ ખૂબ મેદસ્વી છે. એની સુંદર લેટેસ્ટ ફિલ્મ ડાયલોગ્સ વિના ફકત ગીતોની જ હોઈને મૂળ અર્થમાં પચાવતી અમુક દ્રશ્યો બાદ કરતાં અઘરી છે. પણ સ્વામી આનંદ જેવા ય જેની ઉપનિષદોની જેમ પારાયણ કરવાનું લખી ગયા છે, એ ગુજરાતી ‘દુખિયારા’માં કથાનું હાર્દ બરાબર ઉપસે છે. ( લા મિઝરાબના ‘પતિતપાવન’ નામના અને એક મહેશભાઈ દવેના ય અનુવાદો છે, પણ વધુ પડતા સંક્ષેપમાં અને ઓછા રસાળ છે – પરફેક્ટ હોય તો ફક્ત આ દુખિયારાં જ . વાંચવો હોય તો એ જ વાંચવો !)

મૂળભૂત રીતે અહીં જીંદગીની કલ્યાણની નહિ, આત્માના કલ્યાણની – પાપ સામે પ્રાયશ્ચિતભર્યા પ્રતિક્રમણ અને જાતે જ પોતાના શિક્ષક અને ચોકિયાત બનવાનો સંદેશ છે. આ આખી મહાગાથા અભાવ અને અધૂરપથી છલોછલ છે, જેમાં દરેકને કશું સંપૂર્ણ મળતું નથી. પણ એમનાં પ્રેમ ખાતરનું એમનું બલિદાન એમને હ્યુમનમાંથી હીરો બનાવે છે. દીકરી ખાતર ફેન્ટાઈન શરીર અને જીવ આપે છે, સિધ્ધાંત ખાતર જેવર્ટ, એકતરફી પ્રેમમાં મેરિયસ ખાતર ઈપોનાઈનની કુરબાની, ક્રાંતિ ખાતર ગાવરોશ, અને પ્રેમ-ક્ષમા ખાતર જયાઁ – વાલજયોંનું હૃદયપરિવર્તન!

અને એટલે જ હ્યુગો આ કથામાં નરી સારપની સાકરને બદલે વાસ્તવિક વિચારો રમતા મૂકે છે. ધર્મચુસ્ત સાધ્વી જડ ધર્મપરંપરાની ઉપરવટ જઈ, દેખીતી રીતે ભાગેડુ – પણ આમ જોઈએ તો બચવાને લાયક જ્યાં – વાલજ્યાંને બચાવવા જૂઠ બોલે છે, એ અસત્ય વધુ પવિત્ર ગણાય છે! વાર્તા દરમિયાન જ હ્યુગો કહે છે –“દુનિયામાં સિવિલ વોર કે ફોરેન વોર જેવા યુધ્ધો નથી, માત્ર ન્યાય માટેનું યુધ્ધ અને અન્યાય માટેનું યુધ્ધ હોય છે… ઉપર ઉડવાથી પડવાની શકયતાઓ ખતમ નથી થઈ હતી, વધતી જતી હોય છે! ગ્રહોની જેમ માણસોને પણ ગ્રહણ લાગતું હોય છે, પણ પ્રભાતની જેમ એમનો ય પુનરાવતાર શકય છે, અને એ ગ્રહણમાંથી મુકત થઈ ધારે તો ફરી ઝળહળી શકે છે… પ્રભુ જેને પ્રેમ અને પીડાની ભેંટ આપે છે, એ આત્મા જ સૃષ્ટિનું સત્ય પામી શકે છે… માણસના મનને પારખવું હોય તો એના સપનાઓ પર નજર નાખો… હાસ્ય એવો સૂર્યપ્રકાશ છે, જે ચહેરા પરના ઠંડાગાર શિયાળાને ઉડાડી શકે છે… આપણી આસપાસ બોલવાવાળી ઘણી જીભો છે, પણ વિચારવાવાળા માથાં બહુ થોડા છે… આવતીકાલ (આશા)ને નકારવાનો એક જ માર્ગ છે : મૃત્યુ!”

‘લા મિઝરાબ’ના રખડુ છોકરો ગાવરોશને પૂછાય છે : કયાંથી આવ્યો? એ કહે છે: શેરીમાંથી. કયાં જવાનો : શેરીમાં!

વેલ, ૧૮૬૨માં એકસાથે આઠ શહેરોમાં દસ ભાષામાં ‘લોન્ચ’ થયેલ આ બૂકની પ્રસ્તાવનામાં જ વિકટર હ્યુગોએ લખ્યું હતું કે : ”વિશ્વમાં જડ નિયમો અને પરંપરાને લીધે માણસ – માણસ વચ્ચે દુઃખથી ખદબદતા નરક સર્જાય છે, મનુષ્ય મનુષ્ય વચ્ચે તિરસ્કાર ફેલાય છે. જયાં સુધી આજના ત્રણ મહાપ્રશ્નો ગરીબાઈને લીધે ગુનેગાર થતો માનવી, ભૂખ અને પ્રેમની તડપમાં દેહ વેંચવા ય મજબૂર થતી સ્ત્રી અને માનસિક તથા શારીરિક કેળવણી – ઉછેરના અભાવમાં ક્ષુદ્ર બની જતાં બાળકોના પ્રશ્નો ઉકેલાશે નહિ, જયાં સુધી અજ્ઞાન માણસનાં ઉજ્જવળ ભાવિને અંધકારમય કરી નાખે છે… ત્યાં સુધી આવા પ્રકારના પુસ્તકની ઉપયોગિતા કદી ઓછી થવાની નથી!”

યસ, નથી જ થઈને! બાળમજૂરી આજે ય કાલીઘેલી જીભોની ભોળી ભોળી આંખોમાંથી આનંદ અને આત્મીયતા છીનવી લે છે. અને ગરીબાઈ કે ભૂખ કે અજ્ઞાનના લીધે ‘દુખિયારાં’ ઓ વધતા જાય છે! એની વચ્ચે આ મિઝરેબલ્સ કેવી રીતે મહાન બને એની આ કહાની છે. અને એનો એક સંદેશ એકબીજાને પ્રેમ કરતા શુધ્ધ હૃદયનાં સ્વપ્નીલ યુવાન પ્રેમીઓના મિલન અને રક્ષણ માટે જીવ આપી દેવાના પુણ્યનો પણ છે! જડતા સામે ક્રાંતિનો ય છે, અને ફકત કાનૂનની કડકાઈને બદલે એના માનવીય અર્થઘટનનો પણ છે.

 


There have been no reviews