Hu Tu Ane Aapne
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Hu Tu Ane Aapne by Krushnakant unadkat | Gujarati about a collection of unique articles that keep love beating.હું તું અને આપણે - લેખક : કૃષ્ણકાંત ઉંડકટપ્રેમને ધબકતો રાખતા અનોખા લેખોનો સંગ્રહ. આજના સમયમાં સંબંધો સામે અનેક સવાલો છે. એવા સવાલો જેના જવાબ મળતા નથી. દાંપત્ય પણ અત્યારે દાવ પર લાગેલું છે. દરેક વ્યક્તિ કોઈ ને કોઈ રિલેશનશિપ ક્રાઇસિસમાંથી પસાર થઈ રહી છે. આવું કેમ થાય છે? બધાંને પ્રેમ જોઈએ છે પણ જ્યારે વાત પ્રેમ કરવાની આવે છે ત્યારે માણસ પોતે જ કાયો પડે છે. બે વ્યક્તિ સાથે મળે ત્યારે સાંનિધ્ય અને સંવાદ સર્જાવો જોઈએ, સંઘર્ષ નહીં. કમિટમેન્ટ જેવું કેટલું રહ્યું છે? વફાદારી કેટલી રહી છે? મોબાઇલ ચેક થાય છે અને પાસવર્ડ સંતાડાય છે. સ્નેહ સુકાય છે અને સંતાપ બેવડાય છે. થોડુંક જતું કરો, યાદ ન રાખવા જેવું ભૂલી જાવ, માફ કરતાં શીખો, સમય આપો અને સ્નેહને સંકોચાવા ન દો. પ્રેમના એવા લેખો આ પુસ્તકમાં લેવાયા છે જે સંવેદનાને મૂરઝાવા ન દે અને પ્રેમ તથા દાંપત્યને ધબકતા રાખે. |