I Have Never Been Un Happier


I Have Never Been Un Happier

Rs 689.00


Product Code: 19359
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Number of Pages: 174
Binding: soft
ISBN: 9789393231017

Quantity

we ship worldwide including United States

I Have Never Been Un Happier by Shaheen Bhatt | Gujarati book Biography book.

આઈ હેવ નેવર બીન અન હેપિયર - લેખક : શાહીન ભટ્ટ 

હું મારા આ ડિપ્રેશન સાથેના અનુભવો મારી પીડાને સાચી ઠેરવવા માટે નથી વર્ણવી રહી. મારી પીડા ખરેખર સાચી જ છે અને તે મારી જીવનશૈલીના કારણે ઊભી થઈ નથી અને ન તો એ મારી જીવનશૈલીના કારણે જઈ શકે તેમ છે.

અજાણતા જ અને ઇચ્છા ન હોવા છતાં પણ આલિયા ભટ્ટની મોટી બહેન તરીકે ઓળખાતી, એક સ્ક્રીપ્ટ રાઈટર અને ફિલ્મઉધોગના જાણીતાં બાળકો પૈકીની એક, હું શાહીન ભટ્ટ, હમણાં સુધી સ્વ-નિયંત્રણ માટેના ભરપૂર પ્રયાસો ચૂપચાપ કરી રહી હતી અને હવે હું મારી હિંમત એકઠી કરીને મારા મગજમાં પ્રવેશવા માટે તમને આમંત્રિત કરી રહી છું.

શાહીન ભટ્ટને 18 વર્ષની ઉંમરે તે ડિપ્રેશનથી પીડાતી હોવાનું નિદાન કરવામાં આવ્યું. હતું, જો કે તે આ પહેલાં છેલ્લાં પાંચ વર્ષથી આની પીડા ભોગવી રહી હતી. આ એક "લાગણીસભર યાદો ધરાવતા પોતાના પુસ્તકમાં, તે પોતાના રોજબરોજના અનુભવો અને આજે, 21મી સદીમાં પણ, માણસને નબળા બનાવી, દેતી અને સંપૂર્ણ રીતે ગેરસમજ ફેલાવતી આ બીમારીનું ચિત્ર રજૂ કરે છે. સજાગતા અને મૂંઝવતા પ્રશ્ન બંનેનું એક અનોખું મિશ્રણ. શાહીન આપણને તેના જીવનના ઉતાર-ચડાવ અને પોતાની નાની ઉંમરથી જ ડિપ્રેશન સાથે જીવવાના અનુભવોની સફરમાં સાથે લઈ જાય છે. શાહીન પ્રમાણિકતાપૂર્વક - સઘન સ્વ-જાગૃતતા સાથે પોતાની પીડા - દુઃખો વર્ણવે છે અને તેને માનવ પરિસ્થિતિના તાણાવાણાંમાં ગૂંથે છે.

આ એક બહુવિવિધતા, ફિલસૂફી સહિતના પુસ્તકમાં, શાહીન ડિપ્રેશન સાથે જીવવાના દર્દ અને ખાસ લક્ષણોને કબૂલે છે, સ્વીકારે છે અને તેની ઉપર કાબૂ મેળવે છે. માનસિક આરોગ્ય અને બીમારીથી ત્રસ્ત લોકો માટે આ એક માર્ગદર્શક અને રસપ્રચૂર પુસ્તક બની રહે છે. “આઇ હૅવ નેવર બીન (અન) હૅપિયર", આવા લોકોને આશ્વાસન આપે છે અને તેમણે એકતાની લાગણી અનુભવવા પ્રેરે છે.


There have been no reviews