Ikigai Original Gujarati Edition
Ikigai - Original Gujarati Edition by Albert Liebermann and Hector Garcia | ઇકીગાઈ - લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્યGujarati translation of the international best seller "Ikigai" the Japanese secret to long & happy life.નાનો અને સુંદર ફક્ત ચાર અક્ષરોનો જાપાનીઝ શબ્દ એટલે "ઈકીગાઈ", જેટલો બોલવામાં મીઠો લાગે છે એથી પણ વધુ મીઠો એનો અર્થ છે. ખ્યાતનામ લેખકો "હેકટર ગાર્સીયા" અને "ફ્રાન્સેસ્ક મીરાલેસ" નું પુસ્તક "ઈકીગાઈ" એટલે જીવનમાં ઈચ્છવા જેવું - જીવનનું લક્ષ્ય ધ્યેય, પુસ્તકમાં લેખકોએ લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય લખ્યું છે. જાપાનીઝ ભાષામાં 'રીટાયર' શબ્દજ નથી.આ પુસ્તકમા જીવનનું ધ્યેય કેવી રીતે ગોતવું, લાબું અને સાર્થક જીવન જીવવા માટે શું શું કરવું? આહાર -વિહાર વગેરેનો સીધો સટ ઉલ્લેખ કરેલ છે એટલે પુસ્તક પણ એના નામ મુજબજ નાનું પણ સંપૂર્ણ છે એકજ બેઠક માં સામાન્ય વાંચક પૂરું કરી નાખે એટલું સરળ છે. જાપાનીઝ લોકોની સરેરાશ આયુ પૃથ્વીમાં સૌથી વધુ છે, એમાય જાપાન ના ઓકિનાવા પ્રદેશના લોકોની સરેરાશ આયુ સમગ્ર વિશ્વમાં સર્વોચ્ચ છે, શું કામ? એ જાણવા વાંચી જાવ પુસ્તક. આવી વિશ્વમાં સર્વોચ્ચ આયુ વાળા વ્યક્તિઓના સાક્ષાતકાર એની જીવન શૈલીનું પણ વર્ણન છે. ઉપરાંત વિકટર ફ્રેન્કલ ની પ્રસિદ્ધ લોગો થેરાપી, સાઈકો થેરાપી બન્ને વચ્ચે નો તફાવત સાથે એનું મહત્વ, ચીનની તાઈ ચી, ભારતીય યોગ, FLOW -પ્રવાહ મા કેમ રહેવું એનું સરળ ને સીધું વર્ણન કરેલ છે. માણસ સૌથી વધુ નહી પણ સૌથી સરસ કામ કયારે કરી શકે ? જયારે એ FLOW -પ્રવાહમાં હોય ત્યારે. આ FLOW કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એની વિધીનુ વર્ણન છે. મોટા ભાગના માણસો નિષ્ફ્ળ જાય છે એનું કારણ ફકત એના પ્રયાસ કે સંઘર્ષમાં કચાશ જ નથી હોતી પણ પોતાના ઈકીગાઈ નું અજ્ઞાન હોય છે. જો એકવાર તમને તમારા ઈકીગાઈની ખબર પડી જાય તો 70% જંગ એમનામ જ જીતી જશો. આ વાત ફક્ત મારા આ લખાણ પરથી નહી સમજાય, એ માટે પુસ્તક વાંચવું જ ઉત્તમ રહેશે. તમે જીવનના કોઈ પણ ક્ષેત્રે હોવ વિદ્યાર્થી હોવ કે વ્યવસાયી, કોઈ પણ દેશમાં રહેતા હોવ તમારા માટે આ પુસ્તક જરૂર ઉપયોગી નીવડશે. કેવીરીતે અને શા માટે ? જવાબ છે કેમકે એ ઈકીગાઈ છે. દરેકનું ઈકીગાઈ અલગ હોવાનું, શ્રી કૃષ્ણની ભાષામાં કહીએ તો "સ્વધર્મ". આપણો સ્વધર્મ ઈકીગાઈ ગોતવાનો છે. About the AuthorHéctor García (Author) |