Jivan Chitrana
Jivan Chitrana by Ashok Khant | Biography of Gujarat's popular paint portrait artists Shree Ashok Khant જીવન ચિત્રણા - લેખક : અશોક ખાંટ - સૌરાષ્ટ્ર ની લોક્સંસ્કૃતિક અને કલાને સમપિત ચિત્રકાર રાજકોટ જિલ્લાના નાના એવા ભાયાવદર ગામના પાટીદાર ખેડૂતના ખોરડે પૂર્વજન્મના કળા-સંસ્કાર લઈને જન્મેલાં ચિત્રકાર અશોક ખાંટ સ્વબળે વિશ્વના શ્રેષ્ઠ વાસ્તવિક ચિત્રણાના ચિત્રકારોમાં ગૌરવવંતું સ્થાન પામે, તેને હું ચિત્રકળા જગતની યાદગાર ઘટના ગણું છું. અમેરિકાની આઈ.સી.મી.ઈન્ક પ્રકાશન કંપનીએ ૬૩ દેશના વાસ્તવિક ચિત્રણાના શ્રેષ્ઠ ચિત્રકારોમાં શ્રી ખાંટનો સમાવેશ કર્યો છે. ને અશોક ખાંટ કાઠિયાવાડમાં જન્મ્યા, એ ધરતીની ધૂળમાં આળોટીને ઊછર્યા. એમણે પ્રકૃતિ અને ગ્રામ્યા પરિવેશનું આકંઠ પાન કર્યું, પરિણામે એમનાં ચિત્રો લોકજીવન અને લોકસંસ્કૃતિનું સાચુકલું દર્શન કરાવી, એક જુદું જ ભાવવિસ્વ રચી આપે છે. લોકજાતિઓનાં ઘરખોરડાં અને એની રૂપસજ્જા, બળદગાડાં તેમજ એનું રાચરચીલું, એનાં પશુ-પ્રાણીઓ અને શણગારો, વિવિધ જ્ઞાતિઓની ગ્રામ્ય નારીઓ, એનાં વસ્ત્રાલંકારોની વાસ્તવિક ચિત્રણાના ઉત્તમ કલાકાર તરીકે તેઓ પ્રસિદ્ધિ પામ્યા છે. એમનાં માનવપાત્રો, કુદરતી દૃશ્યો કે વૉટર કલરનાં ચિત્રોમાં પારંપરિક કલાપદ્ધતિનો ભવ્યો#વલ પ્રવાહ વહેતો અનુભવાય છે. રંગ, રેખા અને છાયાપ્રકાશનાં અભુત સંયોજનો દ્વારા તેઓ કલાકૃતિને વાસ્તવિકતા અર્પે છે. એમની પીંછીનાં સ્પ સમગ્ર કૃતિ રસાનુભવની આગવી પરિપાટી રચી આપે છે. વૉટર કલર, ઑઈલ કલર, પેન અને ઈન્ક જેવાં પ્રત્યેક માધ્યમો પરનો તેમનો કાબૂ કાબિલેદાદ છે. ચિત્રકલાને જીવના સમર્પણ કરનાર ચિત્રકાર શ્રી અશોક ખાંટે ભારતભરની પ્રતિષ્ઠિત આર્ટ ગેલરીઓમાં ૪૨ ઉપરાંત ચિત્રપ્રદર્શનો યોજ્યાં, છે. વલ્લભ વિદ્યાનગર સ્થિત આ કલાકારને વર્ષ ૨૦૧૨-૧૩માં ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા ‘ગૌરવ પુરસ્કાર’નું સન્માન પ્રાપ્ત થયું છે. એમનાં ચિત્રોને અનેક પારિતોષિકો એનાયત થયાં છે. ઇન્ટરનેટ પરના એમના બ્લિૉગને ‘આર્ટમેજર બેલ્જિયમ ઍવૉર્ડ' પણ પ્રાપ્ત થયેલ છે. શ્રી અશોક ખાંટના સચિત્ર, રૂપકડા અને ચિત્રકલા જગતમાં અનોખી ભાત ઉપસાવતા ગ્રંથ ‘જીવનચિત્રણા’ને આવકારતાં લોકકલાના યાત્રી તરીકે આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આશા રાખું છું કે, આ ગ્રંથ નવા ઊગતા કલાકારોને પ્રેરણા પૂરી પાડનારો ગ્રંથ બની રહેશે. Birth & Educations : Awards : |