Karm Dharm


Karm Dharm

Rs 500.00


Product Code: 19041
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 101
Binding: Soft
ISBN: 97893925536356

Quantity

we ship worldwide including United States

Karm Dharm by Aruna Devkar | Good deeds do not happen automatically, they have to be done. You have to work hard for that.

કર્મ ધર્મ - લેખક : અરુણા દેવકાર

કર્મનો મર્મ પકડવો એ જ ધર્મ

           અરુણાબેનની મૂળ પ્રકૃતિ અધ્યાત્મની. એમની વાતોમાં જીવનનો મર્મ પ્રકટ થયા કરે. સતત વિચારશીલ મનુષ્ય પોતાના જીવનને ઉન્નત બનાવવા જે પ્રયત્ન કરે છે તેને સત્કર્મ કહેવાય છે. સત્કર્મ આપમેળે થતાં નથી તે કરવા પડે છે. એના માટે પુરુષાર્થ કરવો પડે છે. અરુણાબેન આવા પુરુષાર્થી છે. છતાં આ પુરુષાર્થ હું કરું છે એવો ભાવ મનમાંથી કાઢી નાખવાનો હોય છે. સાચું કર્મ કે નિષ્કામ કર્મ એ જ આપણો ધર્મ છે. અરુણાબેન કર્મના સિદ્ધાંતોને આપણી સમક્ષ હળવી શૈલીમાં મૂકી આપે છે.આ પુસ્તક સાથે તેઓ બીજા પુસ્તકો પણ પ્રકટ કરી રહ્યા છે. કર્મ ધર્મ ઉપરાંત, દેખતી માનો કાગળ, સાઈઠ પછીનો સૂર્યોદય, મરણનું સ્મરણ વગેરે પ્રકાશિત કરી રહ્યા છે જેનો અમને બધાને ખૂબ આનંદ છે. આ આનંદમાં આપણાં સહુ લોકો સહભાગી બને તેવી આશા રાખું છું.એમની કલમ વિવિધ વિષયોમાં ફરે છે.. તેઓ વાર્તા, નિબંધ, ચિંતન, પત્રો એમ વિવિધ પ્રકારોમાં સ્વૈરવિહાર કરે છે. 
                        આ પુસ્તકો ઉપરાંત તેઓ ભુતકાળમાં આપણને પ્રેમ સત્સંગ, અહેસાસ, સંજોગોના સથવારે, પ્રેમનું માન સરોવર, અસ્તિત્વ અને લિ. હું તારો છું જેવા સુંદર પુસ્તકો આપી ચૂક્યા છે. એમણે કવિતાઓ પણ લખી છે. વિશાલ વૃંદ વચ્ચે રહીને તેઓ પોતાના એકાંતનો વૈભવ જાળવી રાખે છે. સાંસારિક મુશ્કેલીઓ વચ્ચે હસતા રહેવાનું અને લખતા રહેવાનું તેમને ફાવી ગયું છે. અન્યને મદદ કરવાની તેમની ઉન્નત ભાવનાને પણ વંદન કરવા પડે. કવિ હેગેન શાહ લખે છે ‘આમ શાને આપણુ અડબંગ ખાતું હોય છે, એક જીવન કેટલા સ્તર પર જીવાતું હોય છે.પુસ્તક તો આપણી એકલતાનો સહારો છે. આપણી એકલતાને ભર્યા ભર્યા એકાંતમાં રૂપાંતર કરવાની તાકાત પુસ્તકોમાં છે. અરુણાબેનને આ પ્રસંગે ખૂબ અભિનંદન આપું છું અને ઈચ્છું છું કે તેમની કલમમાંથી આવું અજવાળું પ્રકટતું રહે.


There have been no reviews