Khilta Pushpo

Khilta Pushpo by Geet Preet | Gujarati Book about a teacher's experience with the student વિદ્યાર્થી સાથેની એક શિક્ષકની આંનદયાત્રા માતાનો પ્રેમાળ પાલવ અને પિતાનો હૂંફભર્યો સાથ છોડી શાળામાં દાખલ થતું બાળક પોતાની શાળા અને શિક્ષક પાસેથી ઘણીબધી અપેક્ષાઓ રાખતું હોય છે. અભ્યાસક્રમના હેતુઓ સિધ્ધ કરવા માટે માત્ર વર્ગખંડ પ્રવૃત્તિઓ અપૂરતી છે. અભ્યાસક્રમ જે જીવનકૌશલ્યો કે હેતુઓ વિકસાવવા માટે રચાયો છે તે કેવળ વાચન,લેખન અને ગણનની સ્થળ પ્રક્રિયાઓથી શકય ન બને એ માટે તો બાળકોના અંતરમનને ઝોકવું જ રહ્યું શિક્ષણની યાત્રા બાળકો માટે આનંદદાયી બની રહે તે માટે શિક્ષક માત્ર માર્ગદર્શક ન બની રહેતા સાથી બને તે જરૂરી છે.
|