Khobo Bhari Ne Dariyo
Khobo Bhari Ne Dariyo - Gujarati Nano Fiction story book by Chirag Vithhalani ખોબો ભરી ને દરિયો - લેખક ચિરાગ વિઠલાણીગુજરાતી ભાષમાં પ્રથમ વાર ૫૫ શબ્દોની નેનો-ફિક્શન વાર્તાઓ એટલે ખોબો ભરીને દરિયો | નાના શબ્દો ....નાના વાક્યો અને નાની વાર્તાઓ પણ ગણું બધું કહી જાય ... સમજાવી જાય ....શીખવી જાય એવું સુંદર પુસ્તક. દુનિયાભરની તમામ વાતો આ ટચૂકડા પુસ્તકમાં સમાઈ ગઈ છે. સારા-નરસા-કડવા-મીઠા તમામ પ્રસંગોએ મિત્રો તેમજ પરિવારજનોને આપવા લાયક પુસ્તક શું કામ લખી...??? ૫૫ શબ્દોની નેનોફિક્શન વાર્તાઓ - ખોબો ભરીને દરિયો... નેનોફિક્શન વાર્તાઓમાં મને સૌથી ગમતી વાત હોય તો એ છે – Reading Between the Lines... આમાં જેટલાં લખાયેલાં શબ્દો કે વ્યક્ત થયેલાં શબ્દો મહત્વનાં છે એનાંથી પણ વધારે અગત્યનાં છે ન લખાયેલાં કે અવ્યક્ત શબ્દો...! બે લાઈન કે બે શબ્દો વચ્ચેની જગ્યા... જેને વાંચકો તેમની લાગણી કે લોજિકથી ભરીને મેજિક ઉત્પન્ન કરે છે. લેખક ખોબો ભરીને શબ્દો પીરસતાં હોવાં છતાં વાંચકોને દરિયા જેટલો શબ્દાર્થનો વિસ્તાર અને ઊંડાણ મળે છે. શબ્દો લેખકનાં પણ અર્થ વાંચકોના...! નેનોફિક્શન વાર્તાઓમાં લેખક જેટલો જ કે એનાંથી પણ વધારે મહત્વનો રોલ વાંચકોનો અને તેમની સમજણનો હોય છે. આ ટચૂકડી વાર્તાઓનાં વિષય, વિચાર કે વાતની સફળતાનો આધાર ફક્ત લેખક સુધી સીમિત ન રહેતાં લેખક-વાંચકની સંયુક્ત ભાગીદારી પર આધારિત હોય છે... નેનોફિક્શન વિરાટ યુગને કાગળ પર ઉતારવાની મથામણ નથી, સૂક્ષ્મ ક્ષણને કાગળ પર માણવાની મોકળાશ છે...!!! - ચિરાગ વીઠલાણી |