Kitne Dur Kitne Paas


Kitne Dur Kitne Paas

Rs 450.00


Product Code: 18914
Author: Ramesh Tanna
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Number of Pages: 192
Binding: Soft
ISBN: 9789394502567

Quantity

we ship worldwide including United States

Kitne Dur Kitne Paas by Ramesh Tanna | Gujarati Articles book.

કિતને દુર કિતને પાસ - લેખક : રમેશ તન્ના 

               સંબંધોના સૌદર્ય સુધી પહોંચવાનો રળિયામણો રસ્તો ' માં પુસ્તક વિવિધ સંબંધોના અનુપમ સૌંદર્યને રસપ્રદ રીતે રજુ કરે છે. કોઈ 'પણ વ્યક્તિની જિંદગીને રળિયામણી કરવામાં સંબંધો સૌથી મોટી ભૂમિકા | ભજવતા હોય છે. વ્યક્તિની નાનકડી જિંદગીમાં નજીકના સંબંધો તો હોય છે સાવ જ થોડા. વિશ્વમાં તો કરો તો અબજો લોકો હોય છે, પરંતુ કોઈ પણ વ્યક્તિના ભાગમાં તો ગણતરી કરી શકાય તેટલા જ સંબંધ આવતા હોય છે. આ સંબંધો દરેક માટે ખૂબ જ મહત્ત્વના હોય છે. જો એટલા સંબંધો સાથે પ્રેમમય બનીને જીવતાં આવડે તો ભયોભયો  જીવન જીવવાની સાચી એક જ રીત છે : સાચી પ્રીત.
                આ પુસ્તકમાં સંબંધોનાં જુદાં જુદાં સ્વરૂપની ઉદાહરણો સાથે ચર્ચા કરી છે. મોટાભાગનાં ઉદાહરણો સત્યઘટનાઓ પર આધારિત છે. આ પુસ્તકમાંથી, વાચકે પસાર થશે એટલે તેની આંખો સામે સંબંધોની મનમોહક તસવીરો ઊભી થતી જશે તો સાથેસાથે મનનો એક્સ-રે પણ જોવા મળશે. તસવીરો જોઈને રાજી થવાનું અને એક્સ-રે જોઈને નિદાન કરવાનું. એક વાત યાદ રાખજો સંબંધો સમજવાનો નહીં, જીવવાનો વિષય છે. આ પુસ્તક કહે છે કે : દરેકને એક સુંદર જિંદગી માણવા માટે મળી છે. આત્માનો સાચો સ્વભાવ જ આનંદનો હોય છે. આપણા ભાગમાં આવેલા તમામ સંબંધોને પ્રેમ અને આનંદથી ભરી દઈએ, સુંદર જીવન જીવીએ અને બીજાને સુંદર જીવન જીવવામાં મદદ કરીએ.

This book says: Everyone has got a beautiful life to enjoy. The true nature of the soul is joy. Let's fill all relationships in our part with love and joy, live beautiful lives and help others live beautiful lives.

There have been no reviews