Koteshwar Nu Ban
Koteshwar Nu Ban by Devshankar Mehta | Gujarati Historical book.કોટેશ્વર નું બાણ - લેખક : દેવશંકર મહેતા જયચંદ રાઠોડ જન્મ્યો ના હોત તો હિંદુપદ પાદશાહીનો ધ્વંશ થાત નહિ ને જો પૂંજો પેદા થયો જ ના હોત તો કચ્છ પર કાળો કેર વર્તાત નહિ. રા'લખપત અતિ વિલાસના પરિણામે મૃત્યુ પામ્યો. કામીને શરમ ધરમે નડતાં નથી. વિષયાંધ રા’લખપત પોતાની ઇચ્છા આડે આવનાર હરકોઈ વ્યક્તિને ખતમ કરાવી નાખતો. એમાં પણ રા'લખપતે દીવાન દેવકરની હત્યા કરાવીને તો કચ્છનાં ભાવિ સુખ પર કવાડો ઝીંક્યો તો સમસ્ત પ્રજાનું સૌભાગ્ય છીનવ્યું'તું. દીવાન દેવકરણ સિંધુના ઉછળીને ફેલાતાં નીર નાથીને નહેરો મારફતે સારાય કચ્છમાં વહાવવાની ઉપકારક યોજના ઘડી કાઢી'તી. દીવાન દેવકરણે સિંધુની ઉપકારક યોજનાની આલેખણી પાછળ બાર વર્ષ ખરચ્યાં'તાં. |