Kshan No Utsav
Kshan No Utsav By Kumarpal Desai ક્ષણ નો ઉત્સવ લેખક કુમારપાલ દેસાઈ ચિંતન કોઈ એક ક્ષણે નવીન વિચાર ઝબકે અને પછી એની આસપાસના સંદર્ભોથી એ વિચાર પ્રગટથતો રહે એવી પ્રક્રિયા ક્ષણને ઉત્સવ પુસ્તકમાં જોવા મળે છે. વર્તમાન જીવનની વિષમ પરિસ્થિતિમાં માનવીઓ કઈ રીતે જીવવું તે અંગે એક નવો વિચાર મળે અથવા તો માનવીના મનોવલણોને આગવી રીતે ઘાટ આપવાથી કેટલીક સમસ્યાઓ આપોઆપ ઉકલી જાય છે તે અંગેનું ક્ષણોમાંચિંતન અહીં પ્રસુસ્ત કર્યું છે.કોઈ એક પ્રસંગ આખા જીવનને અજવાળી દે, એ જ રીતે આ ક્ષણનું ચિંતન વ્યક્તિના વૈચારિક જગતમાં કોઈ નવા સૌદર્યની શોભા રચી દે છે. એ જ રીતે પ્રત્યક્ષ. પૃષ્ટ પર એક ક્ષણનું સૌદર્ય આલેખ્યું છે. એક વળાંક જેમ દિશા બદલી નાખે છે, એ જ રીતે કોઈ જીવનલક્ષી વિચાર જીવનની દિશા બદલી નાખે છે. જીવન સાથે જડાયેલો અને જકડાયેલો માનવી એની રીતિ કે ગતિનો વિચાર કરતો નથી. એને એના જીવનની સમસ્યાઓને નવી દૃષ્ટિએજોવાનો અંદાજ હોતો નથી. આવે સમયે જીવન વિશેનું ક્ષણોમાં જાગેલું ચિંતન અહી પ્રસ્તુત કર્યું છે. કોઈ એક પ્રસંગ આખા જીવનને અજવાળી દે, એ જ રીતે આ ક્ષણનું ચિંતનવ્યક્તિના વેચારિક જગતમાં કોઈ નવા સોંદર્યની શોભા રચી દેશે. આ પુસ્તકમાં ક્ષણક્ષણનું સૌદર્ય આલેખાયું છે. અહીં આલેખેલું ચિંતન વાચકને જીવન વિશેની મૌલિક દૃષ્ટિ આપે તેવું છે. |