Laws of Meditation In Gujarati

Laws of Meditation In Gujarati By Sirshree ધ્યાન નિયમ લેખક સીરશ્રી રામપ્યારે નામનો માણસ જે પોતાની નવી નોકરીને કારણે ગામ છોડીને "અયોધ્યા' નામના ફલેટમાં રહે છે. એ ફલેટમાં છ બાળકો પણ રહે છે જેઓ તેને હેરાન કરવા લાગે છે. તે બાળકોના નામ હતાં - ચિંપુ, ટિંગુ કર્યું, મતુ, અક્કી અને નકુશા. રામપ્યારે આ પરિસ્થિતીમાં શું કરે છે. બાળકોને કેવી રીતે શાંત કરે છે, આ આપ આ પુસ્તક દ્વારા જાણીને ધ્યાન રહસ્ય અને ધ્યાન નિયમનો લાભ લઈ શકશો. છ બાળકો આપણી પાંચ ઈન્દ્રિઓ અને મનનું પ્રતીક છે. ચિંપુ, ચામડી-ત્વચાનું પ્રતીક છે. ટિંગુ, જીભ (ટંગ) નું પ્રતીક છે. કર્યું, કાનનુ તો મ-તુ, મનનું પ્રતીક છે. અક્કી અને નકુશા, આંખ અને નાકનું પ્રતીક છે. આ વાતાંના પ્રતીકોથી આપણને આપણાં શરીર અને મનની વૃત્તિઓ વિશેની ખબર પડશે તથા ધ્યાનની આવશ્યકતા, ધ્યાનથી થતાં લાભોની પણ ખબર પડશે. આ અપૂર્વ મૌનની પૂર્વ તૈયારી છે. ધ્યાનની શરૂઆત કરવાવાળાઓથી લઈને નિરંતર ધ્યાન કરવાવાળાઓ સુધી, આ પુસ્તકના નેવું મુદ્દાઓ દ્વારા બધાને માર્ગદર્શન મળશે. |