Leadership Parva

Leadership Parva by Ankit Desai | પિતામહ ભીષ્મ પાસે થી જાણીને લીડરશીપ અને મેનેજમેન્ટના પાઠ. | Learn Leadership & Management Skills from Bhisma.Leadership પર્વ - લેખક : અંકિત દેસાઇકૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થયા પછી યુધિષ્ઠિર હસ્તીનાપુર રાજ્યનો કારભાર શરૂ કરે છે ત્યારે થોડા જ દિવસોમાં તેને સમજાઈ જાય છે કે રાજ્ય ચલાવવું એ કંઈ રમત વાત નથી. અહીં રોજ નવો, અણધાર્યો પડકાર આવીને ઊભો રહે છે અને અહીં રોજ દ્વિધાઓ ઊભી થાય છે. આ બધી મથામણોને કારણે યુધિષ્ઠિર નક્કી કરે છે કે એના કરતાં રાજ્યશાસન ત્યજીને વનમાં જતા રહેવું!પરંતુ કૃષ્ણએ યુધિષ્ઠિરને રાજ્યશાસન ત્યજવાની ધરાર ના પાડી દીધી. બલકે તેમણે યુધિષ્ઠિરને તેના દાયિત્વનું સ્મરણ કરાવ્યું કે આટલા બધા માણસો કુરુક્ષેત્રના યુદ્ધમાં હણાઈ ગયા પછી તને રાજ્યશાસન ત્યજવાનો અધિકાર નથી.
|