Manushya Jevu Vichare Che by Jems Allen
Manushya Jevu Vichare Che by Jems Allen | Gujarati translation of the book As a Man Thinkathમનુષ્ય જેવું વિચારે છે - લેખક : જેમ્સ એલન બ્રિટિશ દાર્શનિક લેખક જેમ્સ એલનનો જન્મ ઇંગ્લેન્ડના લીસેસ્ટરમાં ૨૮ નવેમ્બર (૧૮૬૪માં થયો હતો. તેઓ એક પ્રસિદ્ધ કવિ તેમજ દાર્શનિક લેખક હતા. એમની રચનાઓ આજે પણ આપણને પ્રેરણા આપે છે, જે સ્વ-સહાયતા લેખકો માટે પ્રેરણાનો એક સ્રોત રહી. તેમણે પોતાની પ્રેરણાદાયક પુસ્તકો અને કવિતાની , મદદથી એક જન આંદોલન ઊભું કર્યું, જેનાથી કરોડો લોકોને બદલાવ કરવામાં મદદ મળી. ઍલન બે ભાઈઓમાંથી સૌથી મોટા હતા. એમની માતા ના તો વાંચી , શકતી હતી અને ના તો લખી શકતી હતી. એમના પિતા, વિલિયમ એક ફેક્ટરીના, માલિક હતા. ૧૮૭૯માં, મધ્ય ઇંગ્લેન્ડના કાપડ વેપારમાં મંદી પછી, એલનના પિતાએ કામ શોધવા અને પરિવાર માટે એક નવું ઘર સ્થાપિત કરવા માટે એકલા, અમેરિકાની યાત્રા કરી. |