Pan Hu To Tane Prem Karu Chhu Part 3
Pan Hu To Tane Prem Karu Chhu Part 3 By Dr. Hansal Bhachech પણ હું તો તને જ પ્રેમ કરું છું ભાગ - ૩ લેખક ડૉ. હાંસલ ભચેચ સહજીવન હોય કે સંબંધ, જોડાયેલા હોઈએ ત્યારે પ્રશ્નનો તો રહેવાના. આ પ્રશ્નનો એક તરફી હોય કે બે તરફી, સાથે બેસીને ઉકેલ સહિયારો જ શોધવાનો હોય છે. મોટાભાગના વ્યક્તિઓની કમનસીબી એ હોય છે કે પ્રશ્નનો ઊભા થાય ત્યારે પોતપોતાના અહમ્ અને માન્યતાઓને વળગીને તે બેસી રહે છે પણ એના ઉકેલ માટે એકમેકની સાથે બેસી નથી શકતા અને, એક સમયે બેસી પણ જાય તો સમજદારીપૂર્વક પ્રશ્નનોને ઉકેલવાને બદલે એને વધુ ગૂંચવતા જાય છે !! એકબીજા વચ્ચે લાગણીઓ વણાયેલી હોય અને બંનેને તે યોગ્ય રીતે સમજાતી હોય તો પ્રશ્નનો ઉકેલવા અઘરા પણ નથી હોતા. મૂળ વાત તો સમજ અને સમજદારીની હોય છે, અન્ડરસ્ટેન્ડિગ અને વિઝડમની હોય છે. જયારે સંબંધોને મજબૂત અને સાર્થક બનાવતી આ સમજ એક સફળ મનોચિકિત્સકની સમજદારીમાંથી પુસ્તકના પાને પાને ટપકતી હોય ત્યારે તેને માત્ર વાંચવું જ નહીં, મનમાં મમળાવતા રહીને હૃદયસ્થ કરવું પડે. સરળ અને હળવી શૈલીમાં લખાયેલી વ્યવહારુ વાતો, તમારો જીવન અને સંબંધો પરત્વેનો અભિગમ હકારાત્મક દિશામાં વાળશે તેની નક્કી ખાતરી રાખજો. |