Parenting Solutions


Parenting Solutions

Rs 300.00


Product Code: 16589
Author: Sairam Dave
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2017
Number of Pages: 160
Binding: Soft

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Parenting Solutions By Sairam Dave. Online Gujarati book on articles of child development. About childhood development psychology.

આ પુસ્તકમાં સુચવેલા બાળ ઘડતરના ઉપાયો અમારા ઘણા સમયની ચર્ચાનું મંથન છે. મારો એકાદ સવાલ કે એકાદ ‘સાઈટીપ્સ’ બાળ ઘડતરના રસ્તે તમને અજવાળું પાથરે એટલે મારી તથા સમગ્ર ટીમની મહેનત સફળ ગણીશ.

માત્ર બે શબ્દો...

પ્રિય વાલી મિત્રો...

        બાળકોનો ઉછેર કરવો એ ઝાકળને હથેળીમાં રુઆબ સાથે જાળવવાની ઘટના છે. આપના દેશમાં ડોકટર કે એન્જિનિયર થવા માટે ચાર-પાંચ વર્ષના કોર્સ છે; પરંતુ એક સારા અને સાચા માતા-પિતા થવા માટે?

        બે-પાંચ પુસ્તકો અને આંગળીને વેઢે ગણાય એટલા બાળ કેળવણીકારો સિવાય બાળકના નિખાલસ અને નીર્દોસ અઢળક સવાલોના જવાબ કોઈની પાસે છે જ નહિ. મારું આ પુસ્તક તમને તમારા બાળકના સવાલનો જવાબ શોધવામાં મદદરૂપ થશે તેવી શ્રદ્ધા સેવું છું.

        આદરણીય વળી મિત્રો ! યાદ રાખો, જગતના કોઈ બાળકમાં કદી ખામી હોતી જ નથી. સમસ્યા હંમેશા વાલી પક્ષે કે પરીસ્થિતિમાં હોય છે. ધીરજ અને પ્રેમ બાળકેળવણીના ફેફસાં છે. ચૌદ વરસ સરકારી સ્કુલની નોકરી કર્યા બાદ છેલ્લા બે વર્ષમાં મારી નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમના બાળકોને મેં જાણ્યા અને ઓળખ્યા છે. બાવીસ વર્ષની લોક કલાકારની કારકિદી દરમ્યાન અનેક દેશોના વિદેશ પ્રવાસ અને ત્યાની એજ્યુકેશન સિસ્ટમ સમજવાનો અનુભવ, દેશ અને દુનિયા રખડ્યા બાદ સોળ વર્ષની મારી શૈક્ષણિક કારકિદીના પરિપાક રૂપે આમાંનો એકાદ જવાબ તમને કામ લાગશે તો મારી મહેનત લેખે લાગશે.

        સંપૂર્ણ પુસ્તક ‘હા’ કે ‘ના’ એમ પ્રશ્નોતરી સ્વરૂપે MCQ ફોર્મેટમાં આપેલું છે. આ શૈલીનું ગુજરાતનું પેરેન્ટિંગ પરનું આ પ્રથમ પુસ્તક છે. તમારા બાળકને તમારે કઈ રીતે કેળવવું એ આત્મ સંશોધન તમે કરશો....?

        હા કે ના...?


There have been no reviews