Priyajan by Vinesh Antani | Gujarati novel book written by writer Vinesh Antani
એક પગ સાયકલના પેડલ પર અને બીજો પગ જમીન પર ટેકવીને ઉભેલો છોકરો.અને એક છોકરી- બે ચોટલા આગળ અને...
છેક કિશોરાવસ્થા માં પ્રેમ કરતા નિકેત અને ચારુ. કોઈક કારણસર બંને એ અલગ થવાનું વિચાર્યું..અને વર્ષો પછી બંને એ જ ગામમાં,એ જ દરિયાકિનારે, એ જ ઘરમાં મળી ગયા. બંને ને એકબીજાના જીવન વિષે કઈ ખબર નથી. બંને ચારેક દિવસ સાથે જ રહે છે એ દરમિયાન બંને ના જીવનની વાતો ખુલતી જાય છે..
લેખક પોતે પ્રસ્તાવનામાં કહે છે એવું ન બને કે લગ્નજીવનમાં ન પરિણમી શક્યો હોય તેવો પ્રણય પણ વ્યક્તિના જીવનનું પ્રારંભિક અવલંબન બને? પ્રણય વિચ્છેદ પછી પણ વ્યક્તિના જીવનમાં જે બીજા પાત્રો આવે તેમની પાસેથી પણ ઉત્કટ પ્રેમ અને સમજણ મળે. પૂર્વરાગની વિફળતા સભર દામ્પત્યજીવનમાં વિઘાતક અસર ન કરે,પણ દામ્પત્યજીવનની સફળતા માટે જરૂરી એવી સમજણ જગાવવામાં અને પ્રણયને દ્રઢ કરવામાં ઉપકારક બની શકે. પ્રણયના બંને અનુભવો સમાંતર વહીને જીવનને ભરપૂર બનાવી ન શકે..?
બસ આ જ વાત છે પ્રિયજન ની..
વર્ષો પછી અચાનક અણધાર્યા એ જ જગ્યા એ મળી જતા પ્રેમીઓ. ચારેક દિવસ સાથે રહે છે. અને ખુલે છે બંને ના જીવન ની વાતો. બંને સુખી જ છે. બંનેના પાર્ટનર પ્રેમાળ અને સમજુ. છતાં કઈ ખૂટ્યું છે જીવનમાં..
બંને ઘણી વાતો કરે છે. અનેક દોર બંધાય ને સંધાય છે..
આખી વાત એવી છે કે જ્યાં કોઈ દોષી નથી. સંજોગો પણ નહિ..
બંને સાથે રહે છે ચારેક દિવસ. અને અંતે જે ફિલ કરે છે. "આ કેવી યાત્રા કહેવાય? જમીન પર નથી ચાલ્યા, આ યાત્રામાં દરિયા પર ચાલવું પડ્યું છે.. છતાં ડૂબી ન જવાયું. બંનેને બે વ્યક્તિઓના અદ્રશ્ય હાથો એ પકડી રાખ્યા જાણે"
એક એક ઘટના અને સંવાદ માટે વાચવી જ પડે એવી વાર્તા...