Sambandh Snehno
Sambandh Snehno by Ravi Ela Bhatt | Gujarati Articles and inspiration book by Ravi Ila bhatt.સંબંધ સ્નેહનો - લેખક : રવિ ઇલા ભટ્ટસ્વભાવ અને અભાવને સહર્ષ સ્વીકારતી સંવેદના. સ્નેહ એટલે શું? આપણને શબ્દ સાંભળીને સાહજિક સવાલ થાય છે. સ્નેહ એટલે લોહીની સગાઈથી નહીં પણ લાગણીઓની સગાઈથી જોડાવું. સ્નેહ એટલે બે જુદા છેડેથી સર્જાતો અને બંધાતો સેતુ. વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિ માટે એડજસ્ટ કરતો થઈ જાય ત્યારે તે સ્નેહ કરતો થઈ જાય છે, એક છેડેથી હું” અને બીજા છેડેથી તું' સમાંતર રીતે ઇચ્છાની ઈંટો ગોવીને ચાહનાનું ચણતર કરતાં કરતાં આગળ વધીએ તો, બરાબર વચ્ચે આવીએ ત્યારે સ્નેહનો સેતુ જોડાઈ જાય. |