Sanjivani Sparsh
Sanjivani Sparsh by Rajesh Teli | Gujarati book about inspirational & motivational articles. સંજીવીની સ્પર્શ - લેખક : રાજેશ તેલી તબીબી વિજ્ઞાન, અધ્યાત્મ અને સમાજ જીવનનો ત્રિવેણી સંગમ. કહેવાય છે કે ઈશ્વર માટે દરેક જગાએ પહોંચવું શક્ય નથી હોતું અને તેથી જ એ એવી વ્યક્તિઓને આપણી પાસે મોકલે છે કે જેમના સંજીવની સ્પર્શમાત્રથી જ આપણે શાતાનો દિવ્ય અનુભવ મેળવી શકીએ. પ્રભુના આ લાડકવાયા લોકોના જીવનનો એકમાત્ર હેતુ સમાજના દરેક વર્ગના લોકોનું કલ્યાણ કરવાનો હોય છે. આજના કળિયુગમાં જ્યારે પરમાર્થનું કામ કરવું એ તપ અને સાધના ગણાય છે ત્યારે આ લોકો તન, મન, ધન અને વચનથી અન્ય કોઈ પણ અપેક્ષા, આશા કે ઇચ્છાઓ રાખ્યા વગર પરમાર્થનું કામ કરતા જ રહે છે. એવું ઘણીવાર બનતું હોય છે કે પ્રસિદ્ધિ અને પ્રચારનો ચળકાટ જોવા માટે ટેવાયેલી આપણી આંખો - નેપથ્યમાં રહીને સમાજજીવનનાં ઉત્થાન માટે કામ કરતા આવા લોકોને જોઈ શકતી નથી. સમાજના ઘરેણાં જેવાં આ લોકો જ પોતાની સંવેદનાની અનુભૂતિ દ્વારા સંસ્કૃતિનું ઘડતર કરતા હોય છે.
|