Sarv Avataro Ni Katha
Sarv Avataro Ni Katha by Bhandev | 21 Avtars & Leela of Indian god according to Mahabharat & Shreemad Bhagvat સર્વ અવતારો ની કથા - લેખક : ભાણદેવ ભાણદેવજીની કલમે - હિંદુ ધર્મના ૨૧ અવતારોની લીલાનું કથન અધ્યાત્મ પ્રતિભા ભગવાનના અનેક અવતારો થયા છે. પ્રત્યેક અવતારનું સ્વરૂપ, અવતારની લીલા અને અવતારકાર્ય વિશિષ્ટ હોય છે. આ પુસ્તકમાં અવતારોની લીલાના વિશિષ્ટ સ્વરૂપને શાસ્ત્રોક્ત રીતે સમજાવ્યું છે. વાચક પ્રત્યેક અવતારના સ્વરૂપને સમજે અને તદનુસાર અવતારની લીલાનું ચિંતન કરી શકે તે હેતુથી આ પુસ્તક રચાયું છે. મહાભારત અને શ્રીમદ્ ભાગવતને આધાર તરીકે લીધાં છે. આમ છતાં રજૂઆત ઘણી મૌલિક છે. આધુનિક માનસને પણ અપીલ કરે તે સ્વરૂપનાં આ પુસ્તકનાં બંધારણ અને શૈલી છે. આ પુસ્તકમાં કુલ ૨૧ અવતારોની અવતારલીલાનું ૨૬ પ્રકરણમાં વિશદ વિવરણ થયું છે. |