Selected Mystery Stories In Gujarati
Selected Mystery Stories In Gujarati by Agatha Christie | Gujarati Suspence Novel by Agatha Christie.સિલેક્ટેડ મિસ્ટરિ સ્ટોરીઝ ઇન ગુજરાતી - લેખક : અગાથા ક્રિસ્ટીક્વિન ઓફ ક્રાઈમ ફિકશન એન્ડ મર્ડર મિસ્ટરીઝ' તરીકે જગવિખ્યાત લેખિકા અગાથા ક્રિસ્ટીએ ટૂંકી વાર્તાઓ, નોવેલ્સા (રહસ્યકથાઓ, નાટકો રોમેન્ટિક નોવેલ્સ (Mary Westmacott ના નામથી) જેવા સાહિત્યના વિવિધ પ્રકારો પર પોતાની કલમ સફળતાપૂર્વક ચલાવી છે, અને ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે. હરક્યુલ પોરો અને મિસ માપેલા જેવાં પાત્રો સજીતેને અમર બનાવી દીધાં છે. પણ 'છેક પ્રથમ વિશ્વ વિગ્રહ (૧૯૧૪)ના અંત સમયથી લઈને આજીવન તેમણે કલમ ચલાવ્યે રાખેલ અને એમના પુસ્તકો પ્રકાશિત થતાં રહેલ. એક લેખિકા તરીકેની તેની કારકિર્દીમાં એમણે ૮૦ જેટલી ક્રાઈમ નોવેલ્સ અને શોર્ટ સ્ટોરી કલેકશન્સ, ૧૯ જેટલાં નાટકો અને છએક(૦૬). રોમેન્ટિક નોવેલ્સ (Mary Westmacott ના નામે) લખેલ છે. “સ્લિપિંગ મર્ડર' જેવાં કેટલાંક પુસ્તકો તો એમના મૃત્યુ (૧૯૭૬) બાદ પ્રકાશિત થયેલા'એમણે લખેલ ટૂંકી વાર્તા, જે તે સમયે અંગ્રેજી સામાયિકોમાં પ્રકટ થતી રહેલ. અને પછી “શોર્ટ સ્ટોરી કલેકશન" સ્વરૂપે અલગ-અલગ નામથી ‘બક ફોર્મેટમાં પણ પ્રકાશિત થયેલ છે. અંગ્રેજી ઊપરાંત જગતની અન્યા ભાષાઓમાં પણ એમના પુસ્તકોના અનુવાદ પ્રગટ થયેલ છે અને થતા રહે છે બાઈબલ અને શેક્સપિયર પછી, સૌથી વધારે પબ્લિશ થતા લેખકોમાં એમનાં નામ મૂકવામાં આવે છે. |