Spiritual Anatomy
Spiritual Anatomy by Daaji | Gujarati Adhyatmik book on Chakra And Dhyan.સ્પિરિચ્યુઅલ એનાટમી - લેખક : દાજી જ્યારે આપણે સુખાકારી વિશે વિચારીએ છીએ, ત્યારે આપણે મોટેભાગે આપણું જીવન શાંતિમય અને ઉદ્દેશ્યપૂર્ણ બની રહે તે માટે માત્ર આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વિશે જ વિચારતાં હોઈએ છીએ. પરંતુ રાજયોગ પરંપરાની હાર્ટફુલનેસ સંસ્થાના ચોથા આધ્યાત્મિક માર્ગદર્શક દાજી દર્શાવે છે કે એક ત્રીજું તંત્ર પણ છે, જેને આપણે મોટેભાગે અવગણતાં હોઈએ છીએ: તે છે, આધ્યાત્મિક સંરચના. આપણી આધ્યાત્મિક સંરચનામાં સમાવિષ્ટ ચક્રો અથવા તો આધ્યાત્મિક ઊર્જાના કેન્દ્રો, આપણી ચેતનાની ઉન્નતિ માટે એક પ્રકારના એટલાસ જેવું કામ કરે છે કે જે આપણને આપણા હૃદય તરફ, આપણી પોતાની તરફ તથા આપણે જેને ઝંખતા રહેતાં હોઈએ છીએ, તેવાં સાશ્વત સુખ તરફ અને હેતુપૂર્ણ જીવન તરફ દોરી જાય છે. આ યાત્રા દરમિયાન વાચકો નીચેની બાબતો શીખશે: * આપણા ચક્રોને શું અવરોધે છે અને તે અવરોધને કેવી રીતે દૂર કરવો; * આપણને આપણાં હૃદયના કેન્દ્રની નજીક લાવતી ધ્યાનની ટેકનીકો; * ચક્રો સાથેનું આપણું ઊંડાણપૂર્વકનું જોડાણ, આપણાં હૃદય, મન અને આત્માના સામર્થ્યને કેવી રીતે ખોલી શકે છે. સ્પિરિચ્યુઅલ એનાટમી' (આધ્યાત્મિક સંરચના) પુસ્તક અભૂતપૂર્વ હોવાથી, સાધકો, ધ્યાન કરનારાઓ અને જીવનમાં આનંદ ઉજાગર કરવા માંગતા દરેકે આ પુસ્તક વાંચવું આવશ્યક છે. |