Swami Vivekananda - Bharat Ma Guru-Shisya Parmpara Ni Mashal
Swami Vivekananda - Bharat Ma Guru-Shisy Parmpara Ni Mashal By Sirshree સ્વામી વિવેકાનંદ - ભારત માં ગુરુ શિષ્ય પરંપરા ની મશાલ લેખક સરશ્રી આ પુસ્તક દ્વારા એક એવી મહાન વિભૂતીના જીવનને આપની સામે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ, જેનાથી આપ પ્રેરણા પ્રાપ્ત કરી શકો છો. એ છે સ્વામીવિવેકાનંદ. એમનું જીવનચરિત્ર, આપના જીવનની નીંવ બની શકે છે. જો આપના જીવનને આવી મજબૂત નીવ મળશે તો આપનું જીવન પણ દમદાર બના જશે. સ્વામી વિવેકાનંદના જીવનની નીંવ હતા તેમના બેમિસાલ ગુરૂ શ્રી રામકૃષ્ણ પરમહંસ. સ્વામી વિવેકાનંદનું જીવન ગુરૂ ભક્તિ છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ પાસે આવીને વિવેકાનંદની સત્યની ખોજ પૂરી થઈ અને તેઓ એક એવા લાજવાબ શિષ્ય બન્યા જેમણે પોતાના ગુરૂની શિક્ષાઓને પૂરા વિશ્વમાં ફેલાવી. સ્વામી વિવેકાનંદ આજના યુવાનો માટે એક પ્રેરણા સ્ત્રોત છે અને આદર્શપ્રસ્તુત કરે છે. તેમનું આત્મિક બળ આજની પેઢી માટે મિસાલ છે. તેમના કાર્યો અનેશિક્ષાઓ આજે પણ યુવાનોને સત્યના રસ્તા પર ચાલતા અને ફળની કામના કર્યા વિના સેવા કરતા શીખવે છે.
જો આપ ભક્તિની અભિવ્યક્તિ કરી રહ્યા છો તો નિશ્ચિત જ સ્વામી વિવેકાનંદની જીવનગાથા આપની અંદર નિઃસ્વાર્થ જીવન જીવવાની પ્રેરણા જગાડશે. |