Swaraj
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Swaraj By Arvind Kejriwal સ્વરાજ - લેખક અરવિંદ કેજરીવાલ તમારા સપનાનાં ભારતનો Key Plan અન્ના હઝારેએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું ત્યારે તેમના વિશ્વાસુ અને જમણા હાથ સમા સાથી હતા અરવિંદ કેજરીવાલ. UPAની સરકારે જ્યારે આંદોલનકારીઓની મુખ્ય માગણી, જનલોકપાલ બિલ, પસાર કરવાની સંમતિ દર્શાવી નહીં ત્યારે ટીમ અન્નાએ રાજકારણીઓના ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે SIT રચવાની માગણી કરી. આ માટે 24 જુલાઈ 2012ના રોજ અન્નાના ઉપવાસ આંદોલનમાં કેજરીવાલ પણ જોડાયા. આ આંદોલનમાં સરકારનો કોઈ જ સકારાત્મક પ્રતિભાવ ન મળતાં આંદોલનકારીઓએ દેશને એક નવો જ રાજકીય વિકલ્પ પૂરો પાડવાનો મહત્ત્વનો નિર્ણય લીધો. જેમાંથી પ્રગટ થઈ ભારતીય રાજકારણની એક નવી જ દિશા. આ પુસ્તક, એ આંદોલન પછીના કાર્યક્રમોના મેનિફૅસ્ટોનો દસ્તાવેજ છે. જેમાં ભારતના આમ આદમી, રાજકીય સ્થાપિત હિતો અને ઓપિનિયન મેકર્સ માટે એવાં વહેવારુ સૂચનો સમાવાયાં છે, જેઓ એક રાજકીય વિકલ્પ પૂરો પાડવા અથવા સાચા સ્વરાજને મેળવવા કશુંક નક્કર કામ કરી શકે! આ પુસ્તકનો મુખ્ય ધ્યેય એ છે કે સત્તાને નવી દિલ્હીમાંથી અને રાજ્યોના પાટનગરોમાંથી ખસેડીને ગ્રામસભા કે મહોલ્લાસભા સુધી લઈ જવી કે જેથી લોકોને પોતાના જીવનને સ્પર્શતા નિર્ણયો લેવાની સત્તા મળે. આજની અને આવતીકાલની સરકારો માટે નવા ભારતનાં ઘડતર માટેનો Highway તમને આ પુસ્તકમાં જોવા મળશે. |