The Mumbai Times
The Mumbai Times by Geeta Manek | Gujarati novel book.ધ મુંબઈ ટાઈમ્સ - લેખક : ગીતા માણેકમુંબઈ ની ચમકદમકભરી દુનિયામાં મૃગજળ ને પામવાની હદયવેધક કથા. ભારતભરના યુવાનોને મુંબઈની ચમકદમકભરી જિંદગી હંમેશાં આકર્ષતી રહી છે. રાજકોટના મધ્યમવર્ગીય પરિવારનો સંજય આવા જ આકર્ષણથી ખેંચાઈને પોતાની ઑનલાઇન ફ્રૅન્ડ ક્રિષ્નાના આમંત્રણથી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર ઊતરે છે અને શરૂ થાય છે તેની જિંદગીની એક અનોખી સફર. ખૂબ જ પૈસાદાર પરિવારની ક્રિષ્નાની સંગાથે સંજયનો પરિચય મુંબઈના શ્રીમંતોની ગ્લૅમરસ લાઇફથી માંડીને એની પાછળના અંધકાર તેમજ ગંદા-ગોબરા જીવન સાથે પણ થાય છે. મુંબઈમાં સંજયના આ ટૂંકા વસવાટ દરમિયાન તે રોલર કોસ્ટર રાઇડની જેમ અનેક ઉતાર-ચઢાવમાંથી પસાર થાય છે. |