USS - Colony


USS - Colony

Rs 160.00


Product Code: 17446
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 148
Binding: Soft
ISBN: 9789384780418

Quantity

we ship worldwide including United States

USS - Colony by Nishat Shah | Science Fiction Novel in Gujarati

USS - કોલોની - લેખક : નિશાત શાહ 

(નવ પૃથ્વીવાસીઓનું મંગળ ઉપર સંસ્થાન)

USS-કોલોની” નામે આ ગુજરાતી સાયન્સ તેમજ પોલિટિકલ નોવેલ અમેરિકન સ્થાપિત હિતો દ્વારા થતી મંગળના કોલોનાઈઝેશનની વિષેની કાલ્પનિક કથા છે. અહીં નવ અમેરિકન સાહસિકોની રોમાંચક વિજ્ઞાનકથા કંડારાયેલ છે જેમાં વૈશ્વિક જીઓ-પોલિટિક્સ પણ કાલ્પનિક રીતે આવરી લેવાયું છે. કોલેજથી માંડીને રીટાયર્ડ વાચકો માટે આ એક ગ્લોબલ વિઝન આપતી રસપ્રદ બુક બની રહેશે કે જે કદાચ ગુજરાતી સાહિત્યમાં ઘણા વખત પછી કે પહેલીવાર લખાયેલ છે. 

This Gujarati science & political fiction named “USS-કોલોની (USS-Colony)” is about imagination of colonizing Mars by American establishment through nine American Astronauts. The fiction also comprises the hypothetical contemporary-geo politics. Catering the Global vision to the large spectrum of the society, this fascinating book might have been a long due, or the first literary work of its kind presented to the Gujarati literature. 

ભાવનગરનાં વતની એવા વ્યાપારી પિતા તથા સંસ્કૃતની વિદ્યાર્થિની અને સાહિત્યપ્રેમી એવી લેખિકા માતાનું સંતાન તથા ભાવનગરના જાણીતા દૈનિક ‘સૌરાષ્ટ્ર સમાચાર'ના તંત્રી અને સંપાદક તેમજ એક સમયના પ્રબુદ્ધ રાજકીય તથા સામાજિક અગ્રણી એવા પ્રતાપભાઈ શાહના પૌત્ર; આમ એક અનોખો સંગમ ધરાવતા લેખક નિશાત શાહ
અમેરિકાથી મેનેજમેન્ટ અને ઈન્ફર્મેશન સિસ્ટમમાં બેચલર્સ તેમજ માસ્ટર્સ ડિગ્રી મેળવીને . પોતે એક સફળ ઈંન્વેસ્ટર તથા બિઝનેસમેન તરીકેના બે દસકા પરિપૂર્ણ કરી ચૂક્યા છે. દુનિયામાંની વિવિધ સંસ્કૃતિઓ વિશે જાણવાની આતુરતા તથા એક જ જીવનમાં આ સંસ્કૃતિઓને જીવી લૈવાની ઈચ્છા એમની આત્મા છે. આ ઉપરાંત ઈન્ટરનેશનલ પોલિટિક્સ વિશેની એમની આગવી સૂઝ એમનાં ઘણા-ખરા લખાણોમાં ઉપસી આવે છે. બિઝનેસ બેગ્રાઉન્ડ હોવા છતાં મુળથી માનવજાતિની પ્રગતિ, વિજ્ઞાન, સાહિત્ય તથા પત્રકારત્વની એમની રુચિ લેખનકાર્ય રચવા તેમને પ્રોત્સાહિત કર્યા કરતી હોય છે, અને એટલે જ, એમની પ્રથમ સાયન્સ ફિક્શન નવલકથી, સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ સિંચાય તથા સમાજને નવું ગ્લોબલ વિઝન મળે તે હેતુસર લખાયેલ છે જે અવકાશની યાત્રા કરનારા સાહસિકોને સમર્પિત કરાઈ છે, જેમાં એક પ્રોફેસરની અમેરિકન સ્થાપિત હિતો દ્વારા કરાવાતી મંગળ ગ્રહ ઉપરની યાત્રા તથા ભવિષ્યમાં અંતરિક્ષમાં પગ જમાવવાની માનવીની ખેવનાઓનું ચિત્ર કંડારાયેલ છે.


There have been no reviews