Vigyan Gyankosh Bhag 1 - 2 by Harshal Pushkarna | Gujarati Science Based General Knowledge book. વિજ્ઞાન જ્ઞાનકોશ ભાગ ૧- ૨ - લેખક : હર્ષલ પુષ્કર્ણા Vignan Gnyankosh Vol.1
‘It shall be the duty of every citizen to develop the scientific temper. વૈજ્ઞાનિક અભિગમ કેળવવો એ દેશના દરેક નાગરિકનું કર્તવ્ય છે.’ ભારતના સંવિધાનમાં ઉપરોક્ત વાક્ય Article 51A(h) નામની કલમ હેઠળ લખેલું છે. સંવિધાનને લોકશાહીની ગીતા ગણો તો તેમાં લખેલા શબ્દો આચરણમાં મુકાય તે પ્રજા તરીકે આપણું અને પ્રજાધ્યક્ષ તરીકે સરકારનું કર્તવ્ય બને.
જ્ઞાન વત્તા વિજ્ઞાનના સંયોજન વડે તૈયાર કરેલાં વિ.જ્ઞાનકોશ પુસ્તકોના બે ભાગ Article 51A(h) કલમના આચરણની દિશામાં એક નાનકડું યોગદાન છે. ખગોળવિજ્ઞાન, પૃથ્વી અને પર્યાવરણ, જીવવિજ્ઞાન, વાહનવિજ્ઞાન જેવા વિભાગો હેઠળ જ્ઞાન-વિજ્ઞાનની અનેકવિધ રસપ્રચૂર માહિતી સરળ, પ્રવાહી શૈલી વડે વિ.જ્ઞાનકોશ ભાગ-1 માં રજૂ કરી છે. વિજ્ઞાનના બીજા કેટલાક વિષયો વિ.જ્ઞાનકોશ ભાગ-2 માં આવરી લેવાયા છે.
આ પુસ્તક થકી લેખક હર્ષલ પુષ્કર્ણા બે હેતુ સિદ્ધ કરવા માગે છે : (૧) ગુજરાતી વાચકોને વિજ્ઞાનજગતની રોમાંચક સફર કરાવવાનો અને (૨) તેમનામાં વૈજ્ઞાનિક અભિગમ ખીલવવાનો અગર તો ખીલી ચૂકેલો વૈજ્ઞાનિક અભિગમ નવી ઊંચાઈએ પહોંચાડવાનો. Vignan Gnyankosh Vol.2
જ્ઞાન વત્તા વિજ્ઞાનના સંયોજન વડે તૈયાર કરેલાં વિ.જ્ઞાનકોશ પુસ્તકોના સેટનો આ બીજો ભાગ ઇન્ફર્મેશન ટેક્નોલોજિ, શરીરવિજ્ઞાન, ફૂડ સાયન્સ અને પદાર્થ વિજ્ઞાન જેવા વિષયોને આવરી લે છે. આ દરેક વિભાગ હેઠળ રજૂઆત પામતી જ્ઞાન-વિજ્ઞાનની રસપ્રચૂર માહિતીમાં વૈવિધ્યનો પાર નથી. કમ્પ્યૂટર તથા તેના વડે ખેલાતું આધુનિક સાઇબર યુદ્ધ, સોશ્યલ મીડિયાની અસર-આડઅસર, આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ, વિવિધ વસ્તુથી માંડીને વાનગી છાપી દેતું થ્રી-ડી પ્રિન્ટર,
માનવ શરીરમાં થતી જૈવિક પ્રક્રિયાઓ, રાંધણકળા, ખોરાકને બાયપાસ કરવા માટે આવી રહેલું સૂપરફૂડ, ઊર્જાના અક્ષયપાત્ર જેવું યુરેનિયમ, પ્લાસ્ટિકનું દૂષણ તેમજ પ્રદૂષણ જેવા મુદ્દાઓ પર સરળ, પ્રવાહી શૈલી વડે વિ.જ્ઞાનકોશ ભાગ-2 માં ચર્ચા કરી છે.
વિજ્ઞાનકોશના પ્રથમ ભાગની જેમ પ્રસ્તુત પુસ્તક થકી લેખક હર્ષલ પુષ્કર્ણા નો પ્રયાસ એ જ છે : વાચકોમાં સાયન્ટિફિક ટેમ્પર યાને વૈજ્ઞાનિક અભિગમ ખીલવવાનો. |