Zansini Rani Laxmibai
Zansini Rani Laxmibai by Aditya Vasu ઝાંસીની રાની લક્ષ્મીબાઈ - લેખક : આદિત્ય વાસુ Story of Rani of Jhansi in Gujarati. Life story of Rani Laxmibai now available in Gujarati book. ભાગ્યેજ કોઈ ભારતીય મહિલાએ રાણી લક્ષ્મીબાઈ જેવી મહાન અને પ્રેરણાત્મક ઊંડી છાપ સમાજ પર છોડી હશે. ૧૮૫૭ના સૈનિકોના બળવા સમયે તેઓ મુખ્ય લડવૈયાના રૂપમાં બહાર આવ્યા હતા અને ૧૮૫૮માં જ્યારે તેઓ ગ્વાલિયરના યુદ્ધમાં હારી ગયા ત્યારે તેઓ ભારતના ઈતિહાસના અમરપાત્ર બની ગયા હતા. તેઓની પ્રમાણિકતા અને હિંમત એક વીરને છાજે તેવી હતી. તેઓએ જે રીતે બ્રિટિશરો સામે યુદ્ધ ખેલયુ હતું, તેનો ભારતના ઈતિહાસમાં જોટો નથી. આ પુસ્તકમાં તેઓના વ્યક્તિત્વનો સુપેરે પરિચય આપવામાં આવ્યો છે જેણે તેઓને ખ્યાતિની ટોચ ઉપર મુકી દીધા હતાં. તેઓ જો કે ટુંકી જીંદગી જીવી ગયા હતા, પરંતુ તેઓનું જીવન આજે પણ બધાને પ્રેરણા આપે છે અને પેઢી દર પેઢી આપતુ રહેશે. |