Bhagwan Udas Kem Chhe?
Bhagwan Udas Kem Chhe? by R D Patel (Psychotherapist) | ભગવાન ઉદાસ કેમ છે ? | Gujarati book about why God is sad ?પ્રસ્તાવના સમય ઝડપથી બદલાઈ રહ્યો છે. અને એ જ ઝડપથી માણસ પણ બદલાઈ રહ્યો છે. છેલ્લા થોડાંક વર્ષોમાં ઇન્ટરનેટના આગમનના કારણે દુનિયા નાની થઈ ગઈ, અને જીવન એક નવા વળાંક પર આવીને ઊભું રહ્યું. રોજબરોજનું જીવન વધારે સ્પર્ધાત્મક અને બીક પમાડે એવું બન્યું. જીવનધ્યેય બદલાયું, સંબંધોની ભાત પણ બદલાઈ. આ સંજોગમાં સંઘર્ષો પણ એટલા જ વધ્યા. બધું જ બદલાઈ રહ્યું છે. કુટુંબ, શાળા અને ધર્મસ્થળોની સાથે સાથે બાળકના ચારિત્ર્ય ઘડતરની રીતો અને ઉદ્દેશ્યો પણ બદલાયાં, સાંસારિક જવાબદારીઓ પૂરી કરતાં કરતાં, મારા જીવનને કઈ દિશામાં લઈ જવું એ એક મૂંઝવતો પ્રશ્ન બની રહ્યો છે! સત્તા, સમૃદ્ધિ અને પ્રતિષ્ઠાની હોડમાં માણસ જીવવાનું ભૂલી રહ્યો છે. બહારનાં પરિબળો એટલાં આકર્ષક બન્યાં છે કે માણસ એના શરીરનું પણ ધ્યાન રાખી શકતો નથી. જાણે કે માણસ અ-માનવ બની રહ્યો છે. આ પુસ્તકમાં રજૂ થયેલા વિચારો આપણને વિચારવાની અને એ પ્રમાણે સચા૨ ત૨ફ વળવાની એક દષ્ટિ પૂરી પાડે, માનવતાને ટકાવી શકે, જીવનની સાર્થકતાને સમજાવી શકે એ જ માત્ર એક શુભ આશય છે. સેલ્ફ-હેલ્પ’ની શ્રેણીમાં આ બારમું પુસ્તક છે. આશા છે કે વાચકો મારા વિચારોને આવકારશે. આર. ડી. પટેલ (સાયકોથેરાપિસ્ટ) |