Dhirubhaism
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Book about work style published in 2007 ગુજરાતના નાનકડા ગામમાં જન્મેલા ધીરુભાઈ ફોર્ચ્યુન ૫૦૦માં સ્થાન પ્રાપ્ત કરનારી ભારતની પ્રથમ ખાનગી કંપનીના સ્થાપક બન્યા. ધીરુભાઈની કથા શૂન્યમાંથી સર્જનની કથા છે. ધીરુભાઈએ પદ્ધતિસરનું ઉચ્ચ શિક્ષણ નહોતું લીધું. આમ છતાં તેમણે વેપારી કુનેહ અને સાહસિકતા દાખવી. તેના કારણે ધીરુભાઈની વેપારી કાર્યપ્રણાલી બીજા કરતાં અલગ પડતી હોય તો તેમાં નવાઈ નથી. આ પુસ્તક ધીરુભાઈની જીવનકથા નથી કે તેમણે કઈ રીતે ઔદ્યોગિક સામ્રાજ્ય સ્થાપ્યું તે વિશે નથી. પુસ્તકમાં લેખકે ધીરુભાઈના સિદ્ધાંતો અને કાર્યપ્રણાલીને વર્ણવ્યા છે. દીર્ઘકાલીન સંપર્ક દરમિયાન લેખકને ધીરુભાઈ પાસેથી જે શીખવા મળ્યું તેને પુસ્તકમાં શબ્દસ્થ કર્યું છે. ધીરુભાઈઝમનાં ૧૫ પ્રકરણોમાં પ્રગટ થાય છે દેશના સૌથી સફળ ઉદ્યોગપતિ ધીરુભાઈના સિદ્ધાંતો, કાર્યપ્રણાલી અને તેમના વિચારો. |