Ek Hato Bhupat
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Ek Hato Bhupat. Story of Bhupat Daku also known as Bhupat Bharvatio of Gujarat. The true story of the last bandit of Saurashtraલોકશાહીના ઉદયટાણે એક "નાયક" (રમતવીર) શા માટે "ખલનાયક" બન્યો ?.....સૌરાષ્ટ્રના છેલ્લા બહારવાટીયાની સત્ય કથા. ‘‘એક હતો ભૂપત'' ત્રણસો બત્રીસ પાનામાં અનેક તસ્વીરો સાથેનું આ પુસ્તકમાં વિષ્ણુ પંડયાના આમુખ દ્વારા સુશોભિત છે. વિષ્ણુ પંડયા કહે છે કે લેખક જીતુભાઇએ આ પુસ્તક માટે પોતાની જાત ઘસી નાખી છે. પાંચ-સાત વરસની મહેનતથી તૈયાર થયેલ આ પુસ્તક જાણે કે ગુજરાતની કોઇ યુનિવર્સિટીનો પીએચ.ડી.નો ગ્રંથ હોય. ૧૯પ૦-પ૩ સુધીના ગુજરાત અને સૌરાષ્ટ્રના ખોફનાક સમયને ફરીથી સજીવન કર્યો છે. ચારેય તરફ અંધા ધૂંધી ભારત-પાકિસ્તાનના ભાગલા, ધીમે-ધીમે ઉગતો લોકશાહીનો ઉદય, વિસ્થાપિતોના પ્રશ્નો એ સમયે સૌરાષ્ટ્રના ગામડામાં લૂંટફાટ અને નિર્દોષ માણસની હત્યા કરનાર ભૂપત આરઝી હકૂમતના એક સમયના અડીખમ યોદ્ધા વાઘણીયા દરબારશ્રી અમરાવાળા અને એના સિપાહી, રમતવીર, નિશાનબાજ ભૂપતને સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કયાંય સ્થાન મળ્યું નહી જે યુવાન આરઝી હકૂમતના આંદોલનમાં જુનાગઢ નવાબને ભાંગવા માટે ભારતનો ભોમિયો બને છે. એ યુવાન પછીના સમયે બહારવટીયો કેમ બન્યો? ‘એેેક હતો ભૂપત' ‘ભૂપતસિંહ' નામે કાળું વાંકે લખેલી કથા ભૂપતે પોતે જ લખેલ તેમની હપ્તાવાર આત્મકથા જયારે હું ભૂપત હતો, આ બંને ગ્રંથો આ પુસ્તકના અગત્યના આધાર બની રહે છે. ભૂપતનો ઉછેર, બાવળ બરવાળા ગામનો પરિવેશ. વાઘણિયા દરબારશ્રી અને દરબારગઢનો પરિવેશ એ સમયના રાજાશાહી ફરમાન, કાઠીયાવાડી ગેઝેટ, રાજપત્રો, કોંગ્રેસ સમિતિની નોંધ બુક, જાહેર ખબર પત્રીના અહેવાલો વિશિષ્ટ વ્યકિતઓની ભૂપત વિષયક નોંધ, વિનંતી, ઠપકા, જાસાચિઠ્ઠી, ધમકી, પોલીસના હુકમો વગેરેના સંદર્ભનો આ પુસ્તકમાં આપેલા છે. વિશેષ ૧૯પ૦-પ૩ ના સમયના જયહિન્દ, ફુલછાબ, પ્રભાત, નૂતન સૌરાષ્ટ્ર, વંદે માતરમ જેવા અખબાર અભિયાન, ચિત્રલેખા, જેવા સામયિક, લોકવાર્તાઓ, લોકકથાઓ, બહારવટિયો ભૂપત ભાગ ૧/ર, લેખક કેશવલાલ ધનેશ્વર ત્રિવેદી વગેરેનો સંદર્ભ પુસ્તકમાં લીધેલ છે. આ પુસ્તકના સાચા રહસ્યો તાગવા માટે લેખકે ભુપતની ગોળીઓ જયાં-જયાં છૂટી છે ત્યાં-ત્યાં તેઓ પહોંચ્યા છે. છેક પાકિસ્તાન , સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગરથી માંડીને મોટા કોટડા, બરવાળા, બાવીસી, વાંકુના ખારચિયા, વાળા ડુંગરા, દાણીધાર, ભાદરના પટના ગામડાં લેખકે આ પુસ્તકના સર્જન માટે ફરી વળ્યા છે. ભુપત સામે લડતા લડતા શહીદ થયેલા પરિવારજનો સુધી પોલીસ અધિકારીના વંશજ સુધી પહોંચીને શહીદોના ફોટા પણ પુસ્તકમાં ઉમેર્યા છે. માત્ર એટલું જ નહીં ભુપતે જયાં જેટલી લૂંટ ચલાવી છે. હત્યાઓ કરી છે એ ગામના પાદરના ફોટા એ વ્યક્તિઓના ફોટા, એમાંથી હયાત વ્યક્તિની મુલાકાત. એમની દુઃખ ભરી કથા, યાતના વગેરે પણ અહીં પુસ્તકમાં આપવામાં આવેલ છે. સાચી મજા તો અહીં ભુપત સામે થતી લોકસમાજની સીધી અથડામણ છે. આ બનાવો સૌરાષ્ટ્ર કે સોરઠ પ્રદેશની પ્રજાનો મિજાજ પ્રગટાવે છે કોટડા ગામના ગોમતીમા તો ૧૮-૧૯ વર્ષે ભૂપતની ગોળીથી વિધવા થાય છે છ મહિના ધાવણા છોકરાનો ઉછેર એ માત્ર છાશ ઉપર જ એમાંથી પ્રગટતી. સોરઠીયાણીની પરાક્રમ કથા એ જ રીતે ચાંપરાજપુરના ઓઇલ મીલની લૂંટ વખતે સામા થતા નિર્મળાબહેન, આવા અનેકસ્ત્રી અને પુરૂષ પાત્રોની એ સમયની પ્રજાનું ખમીર પણ અહીં મળે છે. ચાલીસ પ્રકરણમાં વિભાજીત ‘એક હતો ભૂપત' મુખ્ય શીર્ષક અને પેટા શીર્ષકો જેમ કે રમતવીર ભૂપત, જુનાગઢનો જંગ, સૌરાષ્ટ્ર સરકાર, તુતીનો નાદ, કાળું વાંક, બહારવટુ શા માટે ? મધરાતની મુલાકાત, મોતનો મોરચો બરવાળાની બજાર, પાકિસ્તાનને પંથે... એમ લોક ભાગ્ય શૈલી અને પ્રકરણમાં પ્રસ્તુત વિષયને ધ્યાનમાં રાખીને જ પ્રકરણના શીર્ષક અપાયા છે. પુસ્તકનું મુખ્ય શીર્ષક ‘એક હતો ભૂપત' એ ભૂતકાલીન ઘટનાને તાજી કરતું હોય આ બધા પ્રકરણનો સંપૂણ એક વિચારનું માળખું આઝાદીનો સમય, આરઝી હકુમત, સૌરાષ્ટ્ર સરકાર, ગણોતધારો, ભારતીય પોલીસ સેવા, સૌરાષ્ટ્રની પ્રજાની, ખુમારી, બહારવટીયા કે ધાડપાડુ સામે લડવાની સોરઠની પ્રજાની ખુમારી સોરઠની માતાઓ બહેનોની ભૂપત સામેની લડવાની તાકાત તમામ લોકજાતિઓ એટલે કે અઢારેય વરણની, ભૂપત સામે પડવાની તાકાત ભૂપતને ગામ ભાંગતી વખતે ભગાડવાની વિવિધ તરકીબો, જાંબાઝ પોલીસ અધિકારીઓ, લશ્કરના અધિકારીઓની મર્દાનગી. વીસ વીસ ગોળીઓથી વિંધાતા, માદરે વતનના અધિકારીઓ આવા અનેક શૂરવીરની સાથે સામે પક્ષે મળતા ફટેલ રાજનેતાઓ, પ્રજાનું શોષણ કરનાર અધિકારીઓ, વગેરેની સાથે અભિયાગન પશુ-પંખી કે આંગણે આવેલ ને આવકારો દેતા સોરઠીજનો વગેરેથી આ પુસ્તકમાં આપણને સૌરાષ્ટ્રનું સાંસ્કૃતિક ખમીર, ખાનદાની, અને વટ, વચનને વ્યવહાર ખાતર જીવ અને જીવનને હોડમાં મુકતી પ્રજાની બહાદુરની તારીખ વર્તાય છે. ‘એક હતો ભૂપત' માં સૌરાષ્ટ્રની ઢેબરભાઇની સરકાર, રાજકીય કાવાદાવા, ચૂંટણી જીતવાની યુકિતઓ, સ્વતંત્ર પક્ષ, સામ્યવાદી પક્ષ, રાજા રાજવાડાની નીતિ રીતી, ગણોતધારો, મહેસુલ પ્રથા, રાજયના અંગત કાયદાઓ, સાલિયાણાં પ્રથા, ઉદ્યોગ, ખેતીવાડી, વાહન વ્યવહાર, નવાબની ચાલ, સૌરાષ્ટ્રના મુસ્લિમ રાજવાડાંના પ્રશ્નો, સરદાર પટેલની કૂનેહ, રાજપ્રમુખ જામસાહેબથી માંડીને વાઘણીયા દરબાર સુધીના સામાજિક સાંસ્કૃતિક સંદર્ભ અહીં આપ્યા છે. ભૂપત સાથે સંબંધ ધરાવતા વ્યકિતઓના ફોટાઓ, ભૂપતના ભારતીય કુટુંબીજનો અને ફોટા ત્થા વંશાવલી ભૂપતની પાકિસ્તાન યાત્રાનો નકશો, પરિવારજનો, ઇસ્લામિક પરિવાર, જન્ન્તશીલ થયેલ ભુપત ઉર્ફે યુસુફ અમીન અને એમની દફન કરેલી કબર ફોટો વગેરે વિશેષમાં ભૂપતની ટોળીઓના દરેક બહારવટીયાનું નામ જન્મ સ્થળ , જન્મ તારીખ, મૃત્યુની વિગત આ બધુ એક હતો ભૂપતમાં આપેલ છે. |