બેંક ઓફ મેવાડની લૂંટ ની આ કથા છે ...લોલુપ રાજકારણીઓની ભીંસમાં જકડાયેલા દેશને મુક્ત કરવા માટે,ભ્રષ્ટાચારથી ફદફદી ગયેલા આપણા સમાજને પલટી નાખવા અને નૈતિક આ દેશ ના અધપતન માંથી આ દેશના રાષ્ટ્રીય ચરિત્ર ને પુનઃ પ્રતિષ્ઠિત કરવાનું સ્વપ્નું લઇને બહાર પડતા યુવાનોની આ સનસની ખેજ કહાની છે.તેમને કંઇક કરી છૂટવું છે.....આ દેશના સુસ્તકરવા છે સમાજ ને આંચકો આપીને તેની આળસ ખંખેરી નાખવી છે.લોકોને ટટ્ટાર કરવા છે.કોઠે પડેલી અનૈતિક -નીનૈતિક પરિસ્થિતિને હઠાવી નાખવી છે....તેમને ક્રાંતિ કરવી છે...ઉન્મૂલન અને નવસર્જન કરવું છે.તેને માટે સાધન જોઈએ છે...અર્થબળ જોઈએ છે. તેમાંથી સર્જાય છે બેંક ઓફ મેવાડની લૂંટ...એ લૂંટ પાછળની જહેમત,એ જહેમત પછીlનું પરિણામ... સમાજનું નેતૃત્વ સંભાળતા અને રાજ્યની ધુરા સાચવતા ધૂરંધરોના ભીતરને છતી કરતી આ લોહિયાળ કથામાં વર્તમાનનું નીતર્યું દર્શન છે.