Helicopter Levu J Che Bicycle Vechine
Helicopter Levu J Che Bicycle Vechine by Bakul Tripathi સત્તાવન વર્ષથી હાસ્યની અખંડ ધારા વહેવડાવનાર બકુલભાઈની હાસ્યસરિતા શરદઋતુની ગંગા માફક બેય કાંઠે છલોછલ વહેતી રહી છે, કારણ કે તેઓ પરમેશ્વર જોડે પંજો લડાવવાની સર્જક ખુમારી ધરાવે છે. એમણે અનરાધાર હાસ્ય પ્રગટાવ્યું છે, પરંતુ એમાંય અમદાવાદ એમનું પ્રથમ પ્રેમક્ષેત્ર રહ્યું છે. અમદાવાદી મધ્યમવર્ગ, કોલેજિયન યુવક-યુવતઓિ, એમનો ઉપભોગવાદ, યેનકેનપ્રકારેણ સુખી જીવનની લાલસા... આ બધું હેલિકોપ્ટરમાં બેઠાં-બેઠાં જોવાતા પૂરના દૃશ્યોની અદાથી બકુલભાઈ આપણને બતાવે છે. એટલેજસ્તો એમના હાસ્યનો તમાચો ખાનારને પણ ગાલ પંપાળતા-પંપાળતા હસવું તો આવે જ છે. આ હળવા લેખોમાં બકુલભાઈએ જીવનના આધાતોને મૂળમાંથી પકડયાં છે, અને પછી તેને હોમયોપેથિક ડોઝની જેમ મૂળમાંથી ઉખેડતા જાય છે, પરિણામે આ લેખોમાંથી બાઈસકિલ વેચ્યા વિના હેલિકોપ્ટરની મઝા માણવાનો રસિક વિનોદ મળી રહે છે. |