La-Javab Life Style

La-Javab Life Style by Doctor Madhubhai Kothari લા-જવાબ લાઈફ સ્ટાઇલ - લેખક : ડો. મધુભાઈ કોઠારી વ્યક્તિત્વના વિકાસના એક ભાગરૂપે લાઈફ-સ્ટાઈલનું પણ આગવું મહત્ત્વ છે. લાઈફ-સ્ટાઈલ એટલે વ્યક્તિની જીવવાની આગવી શૈલી. વ્યક્તિએ પોતાની પ્રગતિ માટે આંતરિક અને બાહ્ય બંન્ને બાજુઓ ઉપર ધ્યાન રાખવું જરૂરી છે. લોકોની નજર સૌ પ્રથમ વ્યક્તિના બાહ્ય દેખાવ ઉપર જાય છે. તેની પહેરવેશ, હેર-સ્ટાઇલ, સજાવટની વસ્તુઓ વિગેરે ઉપર પણ પૂરતું ધ્યાન આપવું આવશ્યક છે. લાઈફ-સ્ટાઈલ આ બધી બાબતોમાંથી જ ઊભી થાય છે. આ પુસ્તકમાં સારી લાઈફ-સ્ટાઈલ કેમ ઉત્પન કરી શકાય તેની ચર્ચા કરી છે. જો કે વધુ ધ્યાન બાહ્ય બાબતો ઉપર આપ્યું છે. છતાં કેટલાંક આંતરિક ગુણ, કેર-ફ્રી જીવવું, કંજૂસાઈ ન કરવી, બૂરી આદતોમાંથી કેમ છૂટવું, જુદાં જુદાં કૌશલ્યને કેળવવા, સામાજિક કેમ બનવું વિગેરે મુદ્દાઓની પણ ચર્ચા કરી છે. ઉપરાંત જેનો બહુ ઉલ્લેખ થતો નથી, તે સ્ત્રીઓની લાઈફસ્ટાઈલ વિશે પણ જણાવ્યું છે. છેલ્લે, ઉપસંહાર રૂપે લાઈફ-સ્ટાઈલ કેવી રીતે સુધારી શકાય તે અંગેની Tips પણ આપી છે. |