Life Ok
Kashu J Mara Hathma Nathi Toh Ye Life Ok by R D Patel. | કશું જ મારા હાથમાં નથી ને તોયે લાઈફ ઓકે.જીવનમાં બહુ દૂર સુધી જોવાની મારી ટેવ મારામાં અત્યારે બિનજરૂરી ઉત્તેજના પેદા કરે છે. ગઈ કાલ વીતી ગઈ છે અને આવતી કાલ હજી ઊઘડી નથી. જે કંઈ છે એ આ અત્યારની હયાત જીવંત પળ છે. ભૂતકાળના વસવસા અને ભવિષ્યની ચિંતાઓ મારી આ જીવંત પળને બગાડે છે - એમ ન થવા દઉં. મારી આ જીવંત પળને ભરપૂર માણું, કારણ કે એ જ તો જીવન છે. મારી આ જીવંત પળને માણવી એટલે જ સુખ, કારણ કે સુખ અને આનંદ શરતોને આધીન નથી. કેટલું પૂરતું કહેવાય? હાઉ મચ ઇઝ ટુ મચ? મારી પાસે કેટલું છે એની સાથે સુખને સંબંધ નથી. મારી પાસે જે કંઈ છે એને માણું અને મારી આજુબાજુના સૌ સાથે એક સ્વચ્છ દૃષ્ટિબિંદુથી જોડાણ કરું તો હું આજે, અત્યારે, આ પળે સુખી જ સુખી છું અને હું આ કરી શકું. આશા છે કે આ પુસ્તકમાં ૨જૂ થયેલી વાસ્તવિક અને વ્યવહારુ બાબતો સૌ વાચકોને સુખ અને આનંદ સુધી પહોંચાડશે. How much is enough? How much is too much? Happiness has nothing to do with how much I have. If I enjoy what I have and connect with all around me from a clear point of view, I am happier today, right now, at this moment and I can do this. |