Light House
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Light House by Jule Vern Book transleted in Gujarati જૂલે વર્નની આ છેલ્લી નવલકથા મુખ્યત્વે સારા અને ખરાબ વચ્ચેની સંઘર્ષકથા છે. લાઇટહાઉસમાંના પોતાના બે સાથીઓની નિર્મમ હત્યા બાદ ચાંચિયાગિરોહ સાથે જીવસટોસટનો સંઘર્ષ ખેલતા એકલવીર કથાનાયકની આ સાહસકથા છે. સ્ટેટન ટાપુ ઉપર નવી જ બંધાયેલ લાઇટહાઉસનું નવમી ડિસેમ્બર, ૧૮૫૯ની સાંજે ધમાકેદાર ઉદ્ઘાટન થયું. એની સાથે શરૂ થયેલો કથાપ્રવાહ ઝડપી બને છે. અહીં કથાનાયક જ નહીં, એના ખલનાયકો પણ આશા અને નિરાશા વચ્ચે ઝોલાં ખાતા માનવો તરીકે જ રજૂ થયા છે. નસીબનું લોલક પળભર ખલનાયકને પક્ષે નમતું દેખાતું હોય, તો બીજી જ પળે નાયકને પણ ધ્યેયસિદ્ધિ હાથવેંતમાં જણાતી હોય છે. જૂલે વર્ને લખેલી આ છેલ્લી કથામાં વાચકને શરૂથી અંત સુધી જકડી રાખવાની ક્ષમતા છે. |