Madam Curie
Translated in Gujarati by Pragya Shukla - this book is originally written by Vinod Kumar Mishr. પૉલૅન્ડના એક અત્યંત સામાન્ય પરિવારમાં જન્મેલાં મૅડમ ક્યૂરી દુનિયાના શ્રેષ્ઠતમ વૈજ્ઞાનિકોમાંનાં એક હતાં. તે ઉપરાંત પણ તેમણે અનેક સિદ્ધિઓ મેળવી હતી, જેવી કે, ફ્રાંસમાં ડૉક્ટરેટની પદવી મેળવનાર પ્રથમ મહિલા; દુનિયામાં ભૌતિકશાસ્ત્રમાં ડૉક્ટરેટ મેળવનાર પ્રથમ મહિલા; સોરબોન વિદ્યાલયનાં પ્રથમ મહિલા અધ્યાપિકા; ભૌતિકશાસ્ત્રમાં નોબલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા; બે નોબલ પારિતોષિક મેળવનાર પ્રથમ વિભૂતિ આવી અસાધારણ પ્રતિભા ધરાવતાં મૅડમ ક્યૂરીને અત્યંત ગરીબી, ઉપેક્ષા અને અનેક અભાવોનો સામનો કરવો પડયો હતો. બિલકુલ ખુલ્લી અને કોઈ પણ પ્રકારની સુવિધા વિનાની જગ્યાએ અપૂરતાં સાધનોથી જ તેમણે દુનિયાના અદ્ભુત એવા તત્ત્વ રેડિયમની શોધ કરી. મૅડમ ક્યૂરીના જીવનમાંથી યુવાપેઢી અને ખાસ કરીને તો યુવતીઓ વિજ્ઞાન અને ઔદ્યોગિક શોધખોળનાં ક્ષેત્રોમાં અભૂતપૂર્વ યોગદાન કરે તે જ આ પુસ્તકની સાચી ફળુશ્રુતિ બની રહેશે. |