Mahamanav Mahavir
Mahamanav Mahavir by Gunvant Shah હેન્ડ્ઝ અપ! આ પુસ્તક વાંચવા માટે જૈન હોવું ફરજિયાત નથી. મહાવીર સ્વામી કેવળ જૈનોના નહીં, સમગ્ર વિશ્વની પ્રજાના આરાધ્ય તીર્થંકર છે. એમને કોઈ કોમ કે પંથ સાથે જોડવા એ તો સૂર્યનાં કિરણોને ગાંસડીમાં ભરવા જેવી નાદાનિયત ગણાય. એક દેરાસર ઓછું બંધાય તો ચાલે, પરંતુ ભગવાન મહાવીરની વિચારધારા માંસાહારને રવાડે ચડેલી નવી પેઢી સુધી ન પહોંચે તે ન પાલવે. દેશમાં અને પરદેશમાં જૈન અને હિંદુ યુવાનોને ફેશનને નામે માંસાહાર કરતા જોઉં ત્યારે દેરાસરમાં બંદીવાન બનેલી કર્મકાંડી અહિંસાનું અરણ્યરૂદન મને સંભળાય છે. આ પુસ્તક થોડીક સહૃદયતા સાથે વાંચ્યા પછી પણ કોઈ વાચક માંસાહાર ઓછો કરવા માટે કે છોડવા માટે તૈયાર ન થાય, તો એ નિષ્ફળતાની સઘળી જવાબદારી મારી ગણાશે.--ગુણવંત શાહ |