Shaktyana Shilpi Shri Arvind
Shaktyana Shilpi Shri Arvind by Gunvant Shah તમે માનશો? શ્રી અરવિંદે ગુજરાતી ભાષાનો અભ્યાસ કર્યો હતો અને એમને ગુજરાતી શીખવનારા શ્રી છગનલાલ મોદીનો આભાર માનતો પત્ર પણ તા. ૨૬મી માર્ચ (૧૯૦૬)ને દિવસે લખ્યો હતો. શ્રી સુન્દરમ નોંધે છે કે શ્રી અરવિંદે કવિ ન્હાનાલાલનું "વસંતોત્સવ' પણ વાંચ્યું હતું. વડોદરાના નિવાસ દરમ્યાન મહારાજા સયાજીરાવના ઉચ્ચાધિકારી તરીકે માસિક રૂપિયા ૩૬૦ લેખે પોતાની સેવા પણ આપી હતી. વિનોબાજીએ શ્રી અરવદિંને "મહર્ષિ' કહ્યા છે. પોંડિચેરીમાં લગભગ અડધી સદીની સાધનાના પુણ્યફળ રૂપે ઉત્ક્રાંત માનવ્યના દર્શનની ભેટ માનવજાતને આપનારાં શ્રી અરવિંદ અને શ્રી માતાજીના વિચારો આ પુસ્તકમાં પ્રગટ થયા છે. પરિણામે દિવ્ય જીવનના પરોઢનો આછો ઉદાસ પામવાનો વિશેષાધિકાર પ્રત્યેક માનવીને પ્રાપ્ત થયો છે.--ગુણવંત શાહ |