Mane J Avu Kem?
Mane J Avu Kem? By R. D. Patel | મને જ આવું કેમ? લેખક આર. ડી. પટેલપ્રસ્તાવના આવતી ‘મને..'ની શ્રેણીમાં મને જ આવું કેમ?’ એ ત્રીજું પુસ્તક છે. વાચકો તરફથી મળેલો પ્રતિસાદ આવકાર્ય અને પ્રશંસનીય છે. મેં ક્યારેય લેખક, કવિ, સાહિત્યકાર કે સર્જક હોવાનો દાવો કર્યો નથી. ગુજરાતી મારી માતૃભાષા છે. મને મારી માતૃભાષા માટે પ્રેમ અને ગૌરવ છે. મારો અનુભવ, મારું શિક્ષણ અને મારી તાલીમ ઉપરાંત નવેક વર્ષના ગુજરાતી કુટુંબોના સીધા સંપર્કોમાંથી મને જે જાણવા, અનુભવવા મળ્યું છે એ બધું માણસની લાગણીઓ અને વર્તનને ધ્યાનમાં રાખીને આ પુસ્તકમાં વ્યક્ત કરવાનો એક નમ્ર પ્રયત્ન છે. એ સંદર્ભમાં આ પુસ્તકમાં જે માહિતી રજૂ થઈ છે એ સંપૂર્ણ છે એવું માની લેવાની જરૂર નથી, વ્યક્ત થયેલા વિચારો ક્યાંક, કોઈને જરાક પણ કામમાં આવે એ જ માત્ર ઇરાદો છે. છતાં ક્યાંય કશી ક્ષતિ કે ઊણપ વર્તાય તો મોટું મન રાખીને માફ કરશો. લખવાના શોખ માત્રથી લખાય છે. વાચકવર્ગ દ્વારા આ વખણાય છે. જો કે એક બાબત મહત્ત્વની છે કે એક વ્યક્તિ તરીકે હું જે કંઈ કરી શકું છું એમાં જાણીતી, હું અજાણી અનેક વ્યક્તિઓનો સીધો કે આડકતરો ફાળો છે. હૃદયપૂર્વક એ સૌ વ્યક્તિઓ માટે આભારની લાગણી વ્યક્ત કરું છું. આશા રાખું છું કે મારાં લખાણો વાચકમિત્રોને ગમશે. આભાર. આર. ડી. પટેલ |