Mausam Ek Bijani
મોસમ એકબીજાની.... - ' એક બીજાને ગમતા રહીએ' લેખોનો સંગ્રહ. લેખક: કાજલ ઓઝા વૈદ્ય. Mausam Ek Bijani - Aricles on relationship. દરેક વ્યક્તિ ઇરછે છે કે એનાં લગ્ન આદર્શ હોય. ભાંગી ગયેલા,તૂટી ગયેલા લાગતા, મૃત:પ્રાય થઇ ગયેલાં લગ્ન પણ ફરીથી નવપલ્લવિત થઇ શકે છે. જરૂર છે થોડી સમજદારીની, થોડા સ્વીકારની, થોડા પ્રયત્નની અને થોડા સમાધાનની, આ પુસ્તક જાદુની લાકડી નથી,પરંતુ અનુભવમાંથી જન્મેલાં સાદા સમીકરણો છે જે તમારાં લગ્નને થોડું ખાતર, થોડું પાણી, થોડો તડકો જરૂર પૂરો પાડી શકશે. જિંદગીના દરેક તબક્કો આપણે જે ઇરછીએ તે આપણને નથી મળતું એ સત્ય સહુ સમજે છે. વાતચીતમાં કે સલાહ દરમિયાન આ સત્યનું આપણે પુન:ઉચ્ચારણ પણ કર્યા કરીએ છીએ, તેમ છતા આ સત્યા સ્વીકારતા નથી! માણસમાત્રને શોધ છે 'સાચા પ્રેમની'.... 'સાચા સંબંધની'... શબ્દમાં વ્યકત થતી દરેક લાગણી સાચી નથી હોતી અને દરેક સાચી લાગણી શબ્દમાં વ્યકત થઇ શકતી નથી. આટલું સમજી લઈએ... સ્વીકારી લઈએ તો કદાચ 'એકબીજાને ગમતાં રહીએ'. આ પુસ્તક 'દિવ્ય ભાસ્કર' ની 'મધુરિમાં' પૂર્તિમાં પ્રકાશિત થતી કોલમ 'એકબીજાને ગમતાં રહીએ' ના લેખોનો સંગ્રહ છે. |