Param Vaishnav Narsinh Mehta
Param Vaishnav Narsinh Mehta by Pannalal Patel | Gujarati social novel bookપરમ વૈષ્ણવ નરસિંહ મેહતા - લેખક : પન્નાલાલ પટેલપરમ વૈષ્ણવ, ભક્તશિરોમણી અને મધ્યકાલીન સંતકવિ નરસૈયાના જીવનને કેન્દ્રમાં રાખી 1983માં પન્નાલાલ પટેલે લખેલી નવલકથારૂપ જીવનકથા એટલે 'પરમ વૈષ્ણવ નરસિંહ મેહતા' વાસ્તવિક પ્રસંગો, ચમત્કારી પ્રસંગો અને દંતકથાઓના સંમિશ્રણથી નરસિંહ મેહતાનું અખિલરૂપ એકતાલીસ પ્રકરણ અને 427 પૃષ્ઠોમાં આલેખાયું છે. નરસિંહના મુખ્ય પાત્રને કેન્દ્રમાં રાખીને લખાયેલ 'પરમ વૈષ્ણવ નરસિંહ મેહતા' નવલકથામાં પ્રસંગોનું આલેખન આ રીતે વિભાજીત કરી શકાય ભાભીએ મહેણું માર્યું એટલે ગૃહત્યાગ કર્યો, મોટાભાઈ જીવણરામે શોધખોળ કરી. પણ નરસિંહની અનન્ય ભક્તિથી હરિ અને હરના પ્રત્યક્ષ દર્શન થયા દ્વારકામાં નાગર કુટુંબનો ભેટો થયો તળાજા અન દ્વારકા થઈને જૂનાગઢ આવ્યા પ્રભાતિયા, ભજન અને પદોનું સર્જન તથા ગાન કર્યું શૃંગારિક પદોને કારણે નાગરી નાત સાથે સંઘર્ષ થયો દશધાભક્તિના પ્રથમ વાયક બન્યા પુત્ર શામળશાનું સગપણ અને વિવાહ કર્યા પત્ની અને પુત્રનું મરણ થયું કુંવરબાઈનું મામેરું કર્યું સમોવણનો પ્રસંગ, હરિજનવાસમાં ભજન અને કીર્તન તથા રા'માંડલિક દ્વારા નરસિંહના પારખાં વગેરે પ્રસંગોમાંથી નરસિંહની ભક્ત તરીકેની કસોટી થાય છે. |