Sabse Uchi Premsagai
સબસે ઉચી પ્રેમસગાઇ - માર્મિક હાસ્ય પેદા કરવામાં બીરબલ અને જ્યોતીન્દ્ર દવે પછી જેમનું નામ અચૂક આવે તેવા શાબુદ્દીન રાઠોડના જીવનમાં હાસ્ય અને હાસ્યમાં જીવન શ્રેણી. જે રીતે મા પોતાનાં બાળકને હસતાં-હસાવતાં દવાનો ઘૂંટ પીવડાવી દે એટલી સહજતાથી શાહબુદ્દીનભાઈ પોતાના વાચકને આગવી હાસ્યશૈલીમાં જીવનની ખટમધુરી અનુભૂતિઓનું રસપાન કરાવતા રહ્યા છે. તેમનું હાસ્ય દરેકને અનાયાસ હસાવી દે તેવું સહજ છે. તેમણે પ્રત્યેક મનુષ્યમાં ઈશ્વરને જોયો છે. માર્મિક હાસ્ય પેદા કરવામાં બીરબલ અને જ્યોતીન્દ્ર દવે પછી તેમનું નામ અચૂક લેવું પડે. હાસ્યને જીવનદર્શનની હાઇટ આપી હોવાને કારણે પ્રત્યેક વાચકના એ ગમતીલા હાસ્યકાર છે. અનુભવની વ્યાખ્યા આપતાં એ કહે છે : 'સંપત્તિ મેળવવા સ્વાસ્થ્યનો ભોગ આપવો પડે છે. પછી સ્વાસ્થ્ય પાછું મેળવવા સંપત્તિનો ભોગ આપવો પડે છે. બંનેમાંથી કંઈ નથી રહેતું ત્યારે જે વધે છે તે અનુભવ કહેવામાં આવે છે.' તેમને જ્યારે આપણે વાંચતા હોઈએ ત્યારે એમ જ લાગે કે આપણે જિંદગીની પાઠશાળામાં હસતાં હસતાં ઘણું શીખી રહ્યા છીએ, ઘણું મેળવી રહ્યા છીએ ! આ પુસ્તક દરેક વાચકને, શાહબુદ્દીનભાઈ સાથે સીધો સંવાદ સાધી આપી, જિંદગીના ઝંઝાવાતમાં બે ઘડી હળવાશનો શ્વાસ ભરતો કરી દઈ, જિંદગી જીવવાની પ્રેરણા આપશે એમાં શંકાને સ્થાન નથી. |