Sangath Ek Bijano
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Sangath Ek Bijano By Kajal oza vaidya સંગાથ એકબીજાનો લેખક કાજલ ઓઝા વૈદ્ય જેની સાથે વાતો ખૂટે નહીં અને છતાંય કલાકો મૌન બેસી શકાય એવા સબંદને 'સંગાથ' કહેતા હશે, કદાચ ! "આ પુસ્તક કાજલ ઓઝા વૈદ્યની લોકપ્રિય કોલમ એકબીજાને ગમતા રહીએના લેખોનું છે. માનવજીવન અને સ્ત્રી પુરુષના સંબંધો વિશે કાજલ ઓઝા વૈદ્યે ઘણું લખ્યું છે. તેમની આ શ્રેણીમાં જ ચાલતું આ પુસ્તક દરેક વાચકને સંબંધ અને સંવેદનનો અહેસાસ કરાવશે. પ્રિયજનને આપવું ગમે તેવું છે આ પુસ્તક." જન્મીને મરી જતા કેટલાય લોકો મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે નોંધાય છે અને ભૂસાંઈ - ભુલાઈ જાય છે. અસામાન્ય હોવું એ આશીર્વાદ છે કે અભિશાપ એવું હજુ નક્કી જ થઈ શક્યું નથી. કશું ઉત્તમ સર્જન કરવા માટે વિક્ષિપ્ત હોવું, કોઇક રીતે સામાન્ય ન હોવું જરૂરી છે ? પીડાનો ટોપલો માથે લઈને અને લોહી ટપકતા હૃદય સાથે જ આંસુમાં બોળીને કરાયેલાં સર્જન ઉત્તમ પુરવાર થઇ શકે ? રોજિંદી જિંદગીનો નિયમ છે કે કશું મેળવવા માટે કશું આપી દેવું પડતું હોય છે કુદરત પણ જેને ઉત્તમ બનાવવા માગે એની પાસેથી શાંતિ, સુખ, સલામતી અને સ્નેહ જેવા શબ્દો છીનવી લેતી હશે? સવાલ સ્ત્રી હોવાનો કે અન્યાયનો નથી, સવાલ સ્વીકાર અથવા અસ્વીકારનો છે ! કોઈ પણ એક વ્યક્તિને એની જેન્ડર - જાતિને કારણે ન્યાય કે અન્યાય થાય એ આપણા સમાજની પ્રણાલી અથવા પ્રથા છે. દુનિયાના કોઈ પણ ભાગમાં જેન્ડર બાયસ -જાતિભેદ વિશેનો વિચાર આટલો બધો તીવ્રતાથી જોવા મળતો નથી. ભારતીય ભાષાઓમાં જે સ્ત્રીઓએ આત્મકથાઓ લખી છે, જેને આપણે સારી' અથવા 'સાચી' આત્મકથા કહી શકીએ એવી આત્મકથાઓમાં તમામ સ્ત્રીઓ એક વાત બહુ દૃઢતાથી અને નિખાલસતાથી કબૂલે છે, સ્ત્રી હોવાને કારણે એમની સાથે કરવામાં આવેલો જુદો અથવા બોયસ્ડ વ્યવહાર દરેક માટે એક સામાન્ય અનુભવ પુરવાર થયો છે. |