Sukhni Chavi
Sukhni Chavi by Haresh Dholakia જીવનના અલગ-અલગ તબક્કે વિચારવાની સુંદર તક મળી. દરેકમાં એક જ બાબત દેખાઈ કે બધા જ લોકો અસ્વસ્થ છે, મૂંઝાયેલા છે, માંદા છે. આ પરિસ્થિતિ માનસિક સ્તરે વધુ દેખાય છે. ક્યારેક તો લોકો સામેથી, હાથે કરીને દુઃખ અને બેચેની વહોરે છે. આ સંજોગોએ મનનો અભ્યાસ કરવાની પ્રેરણા આપી. તેની માટે પશ્ચિમી અને ભારતીય મનોવિજ્ઞાન - તત્ત્વજ્ઞાન વાંચ્યું. ઉપનિષદો, ગીતા, મહાકાવ્યો, શંકરાચાર્ય, પતંજલિ, વિવેકાનંદ, કૃષ્ણમૂર્તિ, સંતો... અનેકને વાંચ્યા. ઉપરાંત ડો. દીપક ચોપરા અને નોર્મન વિન્સેન્ટ પીલ જેવા પ્રેરણાત્મક લેખકોને પણ વાંચ્યા. ત્યારે ખ્યાલ આવ્યો કે આ સુખ-દુઃખના ખેલ મન જ કરે છે. કમનસીબે, મોટા ભાગની વ્યક્તિઓ પોતાના મનને જાણતી પણ નથી. સમજવાની વાત તો દૂરની રહી. વ્યક્તિથી વિશ્વા સુધીના પ્રશ્નો - હકીકતે - પોતાનાં મનને સમજવાના અભાવે ઊભા થયેલા પ્રશ્નો છે. આનો એક જ ઉપાય છે - સ્વસ્થ મનને કેળવવું. તે માટે મનને સમજવાની અને સ્વસ્થ કરવાની સમજણ કેળવવાની છે. સમજ, જાગૃતિ અને પ્રસન્નતાથી છલકાઈને જીવવાનું આમંત્રણ આ લેખોમાં છે. આ લેખો આપના જીવનને યોગ્ય રાહ બતાવશે એવી અપેક્ષા છે.--હરેશ ધોળકિયા |