Sweden Sonanu Pinjar
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Sweden Sonanu Pinjar by Harkisan Mehta સ્વીડન એક સોનાનું પિંજર : સ્વીડન જાવ છો? ત્યાં વળી શું જોવાનું છે? પરદેશ ના પ્રવાસે જવું હોય તો અમેરિકા-ઇંગ્લેન્ડ જાવને ....... ૧૯૮૧ ના જુનમાં સ્ટોકહોમમાં યોજાયેલી ઈન્ટરનેશનલ ક્રાઈમ રાઈતર્સ કોંગ્રેસમાં ભાગ લેવા માટે પહેલવહેલી વાર વિદેશ જવાનો યોગ થયો ત્યારે આવા પ્રતિભાવ સાંભળવા મળ્યા હતા. ટ્રાવેલ એજન્ટોની આંગળીએ વિશ્વપ્રવાસે જનારાઓને કોઈએ સ્વીડન તરફ આંગળી ચીંધી નહોતી કારણ કે જગતના નકશામાં સ્કેડેનેવિયન દેશો ખૂણામાં પડી જાય છે.આવા સ્વીડનનો એક પખવાડિયાનો પ્રવાસ ખેડીને ‘ચિત્રલેખા’ માં ‘સ્વીડન : સોનાનું પિંજર’ લેખમાળા પ્રગટ કરી ત્યારે વાચકોના જે પ્રતિભાવ આવ્યા તેનાથી હું પોતે પણ ચકિત થઇ ગયો હતો. જગતના નકશા પર આવો કોઈ દેશ છે ખરો? એવું આશ્ચર્ય વ્યક્ત થવા લાગ્યું. અરે, ધંધાર્થે અગાઉ એકબે વાર સ્વીડન જઈ આવેલાઓએ પણ ‘સ્વીડન’ ને અમે આવી રીતે જોયું નહોતું એવી કબુલાત કરી. ‘સ્વીડન : સોનાનું પિંજર’ વાંચનારમાંથી ઘણાએ ત્યાં જવા માટે, માર્ગદર્શન માંગતા પત્રો લખ્યા.આપણે રામરાજ્યની વાતો કરીએ છીએ ત્યારે જગતનો એક નાનો દેશ કલ્યાણરાજની દિશામાં કેવો આગળ ધપી રહ્યો છે,એની સિદ્ધિઓ તેમજ સમસ્યાઓ શું છે,ત્યાના પ્રગતિશીલ સમાજની ખૂબી-ખામીઓં કઈ કઈ છે એનો સંપૂર્ણ અભ્યાસ તો પંદર દિવસમાં શક્ય નહોતો એણે મારા પ્રવાસનો એ હેતુ પણ નહોતો, છતાં પ્રથમ મુલાકાતે સ્વીડને મારા મન પર જે છાપ પાડી તેને આ પ્રવાસકથામાં ઝીલવાનો પ્રયાસ કર્યો છે. |