ઊંડાણભરી આધ્યત્મિક જિંદગી માટે તમે કશો પ્રયત્ન કરવા તૈયારી ન હો તો એવું જીવન જીવવાની નતમે શી રીતે અપેક્ષા રાખી શકો? તમે બીજા લોકોનાં મહિમા ને વિજયો પર કે બીજા લોકોએ મારી સાધેલી એકતા પર જીવી શકો નહિ. એ એક એવી બાબત છે જે તમારે જાતે જ પોતાને માટે ખોળવી જોઈએ, અને પામવી જોઈએ. એના માટે તમારી ચેતનાને ઊંચે લઈ જાઓ અને અનુભવ કરો કે તમે સમય જેટલાં યુવાન છો,શાશ્વતી જેટલાં સનાતન છો. તમે અત્યારની આ સદા વર્તમાન ક્ષણમાં સભરપણે પ્રકાશમય જીવન જીવો છો! ત્યારે તમે સદાય વર્તમાન જેટલાં યુવાન છો. તમે આત્મામાં અને સત્યમાં સતત નવજન્મ પામતાં રહો છો. તમે આધ્યત્મિક જીવનમાં તમે ગતિશૂન્ય રહી શકો નહિ, એમાં હંમેશાં જ કશુંક નવું ઉત્ત્તેજના ભર્યું શીખવાનું કે કરવાનું હોય છે. મન વડે કોઈ નવું સત્ય તમને ન સમજાય,તો શાંત થઈને બેસો અને તમારી ચેતનાને ઊંચે લઈ જાઓ અસીમ વૈશિવક મન સાથે સૂર મેળવો-તમે બધી જ બાબતો સમજવાને શકિતમાન બનશો. જીવનના આનંદ માટે અંતરના ઢ્રાર ઉઘાડી નાંખો અને એ માટે વાંચો "ઊઘડતાં દ્રાર અંતરના".
જેનાં સંદેશાઓમાં આધ્યત્મિક સત્ય અને દર્શનનો ઉઘાડ છે. જીવનને વધારે અર્થપૂર્ણ અને આનંદ સભર બનાવવાની આંતરદ્રષ્ટિ છે. જેમાં પ્રેમ,આંનદ,શાંતિ,કૃતજ્ઞતા એકતાનો સૂર સતત સંભળાયા કરે છે એ શાંત ઝીણો અવાજ આપણને જાણે કહે છે ; 'બહુ મૃદુ રીતે, બહુ પ્રેમથી હું તમને જીવનમાં જે મહત્વની બાબતો છે તેનું ફરી - ફરી સ્મરણ કરાવું છું. જેથી છેવટ તે તમારા જીવનનો ભાગ બની જાય. આ સંદેશનો પ્રકાશ મનના અંધારા ખૂણે જામેલાં તર્ક શંકાના ભયના જાળાને વિખેરી નાંખશે અને અંદરની પ્રતીતિઓ દ્રારા જીવનને દિવ્ય સ્પર્શથી ઉજ્જવળ કરશે.