Speaking The Modi Way

Speaking The Modi Way by Virender Kapoor | Gujarati self Improvement book.સ્પીકિંગ ધ મોદી વે - લેખક : વિરેન્દર કપૂરશ્રી નરેન્દ્ર મોદીની અદ્ભુત વક્તત્વ કળા માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ પ્રખ્યાત છે, કયા ગુણો તેમને મહાન વક્તા બનાવે છે? તમે આ કળા રોજિંદા જીવનમાં કેવી રીતે અપનાવી શકે ? તેઓ વકતૃત્વ કળામાં એક તાજી લહેર લઈને આવ્યા છે. તેમણે પોતાના તેજસ્વી વાક્યાતુર્યથી અલંકારિક અને અસ્મલિત વાણી એટલે શું - તેની વ્યાખ્યા જ બદલી નાખી છે. શાળાના બાળકોથી માંડીને અમેરિકી કોંગ્રેસ સુધીના કોઈપણ શ્રોતાગણને સંબોધન કરતા હોય, શ્રી નરેન્દ્ર મોદી બધાના હૃદય સુધી પહોંચી જાય છે. આ પુસ્તકમાં વિરેન્દર કપૂર, શ્રી નરેન્દ્ર મોદીની માફ્ક કેવી રીતે બોલવું. પોતાની વાત સામેવાળી વ્યક્તિમાં કેવી રીતે ગળે ઉતારવી અને લોકોમાં ઉત્સાહ કેવી રીતે જગાડવો તેની છણાવટ કરે છે. શ્રી મોદી હકીકત અને આંકડાની મદદથી પોતાનો મુદ્દો કેવી રીતે રજૂ કરે છે, શબ્દથી બનતા શ્લેષનો સર્વોત્તમ ઉપયોગ કરે છે. શ્રોતાઓ પ્રમાણે કેવી રીતે પોતાના પ્રવચનમાં ફેરફાર કરે છે અને પોતાના વિચારોને કેવી સુંદર રીતે શ્રોતાઓ સમક્ષ મૂકે છે. સામાન્ય જીવનમાં સાંકળી શકાય તેવી પ્રેરણાદાયી વાતોથી આ પુસ્તક તમને માત્ર સારા વક્તા નહીં પણ શ્રી નરેન્દ્ર મોદી જેવા મહાન વક્તા બનાવવાનો માર્ગ દેખાડે છે. |