Varta Kallol Set Of 4 Books

Varta Kallol Set Of 4 Books By Yashwant Mehta વાર્તાકલ્લોલ ૪ બુક સેટ લેખક યશવન્ત મહેતા વાંચો અને કલ્લોલ કરો તમને વાર્તા વાંચવી ગમે છે ને ? તો બેધડક ઉઠાવો આ ચાર પુસ્તકો :'વાર્તાકલ્લોલ' એમાં ટુંકી, હળવી, સરસ ઘણી વાર્તાઓ છે. વાંચતાં હસી પડાશે અને હસતાં-હસતાં વાંચી શકશે. એ સાથે જ, કેટલાક જીવનબોધ મળશે, ના અહીં શિક્ષક કે ધર્મગુરુની જેમ બોધ અપાયો નથી વાર્તાઓ જ એવી છે કે વગર બોલ્યે મનમાં કશીક ને કશીક સમજણ ઉતારે. આ ચાર પુસ્તકો :'વાર્તાકલ્લોલ' બેધડક ઉઠાવવાનું બીજું કારણ એના લેખક છે. ગુજરાતનાં કરોડો-કરોડો બાળકોના યશ્દાદા (યશવન્ત મહેતા) આશરે છ દાયકાથી બાળકો માટે લખે છે. આપણી ભાષાનાં બબ્બે શ્રેષ્ઠ બાળસામયિકો સાથે સંપાદનને નાતે સંકળાય છે. રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી અને રાષ્ટ્રીય શિક્ષણ - સંશોધન તાલીમ સંસ્થાએ તથા રાજ્ય અકાદમી અને પરિષદે તેમને પુરસ્કારોથી નવાજ્યા છે. આજે (૨૦૧૫) બાળકો માટેના પ્રેમવશ સહજ બાલઆનંદ નું સંપાદન સંભાળે છે અને ૨૧ વર્ષથી બાલસાહિત્ય અકાદમીના સંચાલકમંડળમાં છે.
|