વેરોનીકાએ પોતાના જીવનમાં જે કાઈ ઇચ્છયૂ હતું એ બધું એને મળ્યું હતું . છતાય એણે ઊંઘવાની ગોળીઓ ગળી. શા માટે સુખી અને સંપન્ન જિંદગીને મ્રૂત્યુ ની શોધમાં નીકળવું પડે છે ? વેરોનીકાના જીવનમાં એવી કઈ ઘટના બનેછે જેનાથી એને અહેસાસ થાય છે કે જીંદગી જીવવાની નહિ માણવાની બાબત છે.
વેરોનીકાની જેમ આપણે પણ જીંદગી અને મોત વચ્ચે એવી ક્ષણો પસાર કરવાની છે, જે આપણને જીવવા માટે પ્રેરકબળ પુરુ પાડે. એ ક્ષણો આપણને સતત યાદ કરાવશે કે જીંદગીની દરેક ક્ષણ અમૂલ્ય છે. સુખદ ક્ષણોની પસંદગી કરવા માટે વેરોનીકાના જીવનમાં આપણે ડોક્યું કરવુજ જોઈએ.